Horoscope Today 26 February 2022: કોને મળશે ધન લાભ, કઇ રાશિના લોકોનો દિવસ રહેશે ખરાબ? જાણો રાશિફળ
ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે.
મેષ (Aries): 21 માર્ચ-19 એપ્રિલ -ક્યારેક-ક્યારેક તમે જ્યારે પૂર્વ યોજના બનાવો છો તો તે વસ્તુ તમારી આશા પ્રમાણે થતી નથી. છતા તમે આવી સ્થિતિમાંથી બહાર આવી શકો છો. કાર્યાલયના સહયોગીઓનો એક સમૂહ તમારું સમર્થન કરી શકે છે. લકી સાઇન - પીળો ક્રિસ્ટલ.
2/ 12
વૃષભ (Taurus): 20 એપ્રિલ-20 મે - તમે અંદરથી ઉજ્જવળ અનુભવ કરવા માંગો છો પણ કોઇ પ્રકારે સુસ્તી તમને પાછળ ખેંચી રહી છે. તમે મોટાભાગનો સમય ઘરમાં જ રહી શકો છો. વિદેશથી આવનાર કોઇ વ્યક્તિ પ્રસ્તાવ લાવી શકે છે. લકી સાઇન - સૂર્યાસ્ત.
3/ 12
મિથુન (Gemini): 21 મે - 21 જૂન - કોઇ ફરક પડતો નથી કે કોણ તમને કઇ બાબતમાં ઉતાવળ કરવાની સલાહ આપે છે. તમારે તેનાથી પૂરી રીતે બચવું જોઈએ. તમારી પાસે વિચારવાનો પર્યાપ્ત સમય છે. લકી સાઇન - નિર્દેશિત ધ્યાન.
4/ 12
કર્ક (Cancer): 22 જૂન-22 જુલાઈ - તમને જલ્દી સફળતાની સીડી ચડવાની તક મળી શકે છે. જો કોઇ દૂરથી મળવા આવ્યું છે તો સુનિશ્ચિત કરો કે તમે તેને પુરતો સમય અને ધ્યાન આપશો. લકી સાઇન - સંદેશ સાથેનો એક મગ.
5/ 12
સિંહ (Leo) : 23 જુલાઈ- 22 ઓગસ્ટ - જ્યાં સુધી તેનો તમારી સાથે કોઇ એજન્ડા નહીં હોય તે હંમેશા તમને મળવા આવશે નહીં, વાત કરશે નહીં. તેથી આ વાતનું ધ્યાન રાખો. તમે તમારા ઘર કે સ્થાનને ફરીથી સજાવવાનું મન કરી શકો છો. લકી સાઇન - લેમ્પ પોસ્ટ.
6/ 12
કન્યા (Virgo): 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર - જો તમે વિસ્તાર વિશે વિચારી રહ્યા છો તો હવે બ્લૂપ્રિન્ટ પર કામ કરવાનો સમય છે. તમારું આંતરિક માર્ગદર્શન ઘણું મજબૂત રહ્યું છે. નિર્દેશોનું પાલન કરવું સુનિશ્ચિત કરો. લકી સાઇન - નકશીદાર વુડન બોક્સ.
7/ 12
તુલા (Libra): 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર - કોઇ પ્રકારનો ઢોંગ તમને દૂર લઇ જઈ શકશે નહીં અને તમે તેનાથી બચી શકો છો. એક નવું વાહન ખરીદવા અને જૂનું વાહન બદલવા વિશે વિચારી રહ્યા છો આ કાર્ડ પર છે. લકી સાઇન - લીલા રંગનો પડદો.
8/ 12
વૃશ્ચિક (Scorpio): 24 ઓક્ટોબર - 21 નવેમ્બર -વધારે તણાવ લેવો તમને વિચલિત કરી શકે છે. તમારા માતા-પિતા તમને કેટલાક દિવસોથી જોઈ રહ્યા છે તમારે તેમની સાથે સ્પષ્ટ સંવાદ કરવો જોઈએ. લકી સાઇન - ચીની માટીનું વાસણ.
9/ 12
ધન (Sagittarius):22 નવેમ્બર - 21 ડિસેમ્બર -દૂર-દૂરથી કોઇ શુભ સમાચાર આજે ચર્ચાનો વિષય બની શકે છે. તમારા ભાઇ-બહેનને કેટલીક વિત્તીય સહાયતાની જરૂર પડી શકે છે. લકી સાઇન - લાલ ચક્ર.
10/ 12
મકર (Capricorn):22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી - જો કોઇ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તો મોડી રાત સુધી જાગવા કરતા સવારે જલ્દી ઉઠવાની સલાહ આપવામાં આવે છે. લકી સાઇન - ગુપ્ત કોડ.
11/ 12
કુંભ (Aquarius): 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી - ઘણો શુકુન ભર્યો દિવસ. કોઇ સહકર્મીને વ્યક્તિગત સ્તર પર કેટલીક સલાહની જરુર પડી શકે છે. જો તમે વિદેશ યાત્રાની યોજના બનાવી રહ્યા હતા તો તેને હાલ રોકી શકો છો. લકી સાઇન - કિનામોન ચા.
12/ 12
મીન ( Pisces): 19 ફેબ્રુઆરી - 20 માર્ચ - છેલ્લા કેટલાક દિવસોમાં તમારા દ્વારા કરવામાં આવેલી ઉપલબ્ધિઓ માટે તમે પોતાની પ્રશંસા કરી શકો છો. જો તમારું લક્ષ્ય ફિટનેસ છે તો તમે પહેલાથી જ સારી શરૂઆત કરી દીધી છે. લકી સાઇન - ઝગમગતી સજાવટ.