ધન (Sagittarius): 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર - તમારા આળસુ સ્વભાવને જો તમે સમયસર દૂર નહીં કરો તો તે તમારા માટે હવે નુક્શાનનું કારણ બની શકે છે. સતત કમ્ફર્ટ ઝોનમાં રહેવાને કારણે તમે આળસુ બની ગયો હોવ તો હવે તમારે કમ્ફર્ટઝોન છોડવાની જરૂર છે અને કંઈક નવા પ્રયોગો કરવા જરૂરી છે. નવા કાર્યો કરવા માટે તમે દિવસ દરમ્યાન સમય પસાર કરી શકો છો. લકી સાઈન- બુકે (bouquet)
મકર (Capricorn): 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી - તમારા જરૂરી અને મહત્વના કામો જે તમે પાછળ ધકેલતા જાઓ છો, તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આવા મહત્વના કામો પૂરા કરવા માટે તમારે આ કામોનું રિશેડ્યુલિંગ કરવુ જરૂરી છે. જો કે હાલ તમને નવા ટાઈમટેબલ કે નવા નિયમો સાથે કામ કરવું વધુ યોગ્ય કે આકર્ષક ન પણ લાગે. લકી સાઈન- સફેદ ગુલાબ
કુંભ (Aquarius): 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી - આજનો દિવસ તમને થોડો ધીમો લાગી શકે છે. જો કે ધીમી શરૂઆત બાદ બપોર સુધી તમને યોગ્ય પીકઅપ પણ મળતો દેખાય. કોઈ જરૂરી બાબત કે વસ્તુને લઈને સતત તમારા સંબંધીઓ સાથે તમે સંપર્કમાં રહી શકો છો. જો કોઈ ખાસ પ્રસંગ માટે તમે જગ્યા બુક કરાવવાનો વિચાર કરી રહ્યાં છો, તો આજનો દિવસ તેના માટે શ્રેષ્ઠ છે. લકી સાઈન- ગ્લાસ ટમ્બલર
સિંહ (Leo) : 23 જુલાઈથી 22 ઓગસ્ટ - આજે તમે કોઈ એવા વ્યક્તિને મળી શકો છો જે તમારી માટે સારો શિક્ષક અથવા એક સારો ઈન્ફ્લુએન્સર બની શકે છે અને જેનો સારો પ્રભાવ તમારી પર પડી શકે છે. ઘરને લગતી કેટલીક બાબતો તમારા વિચારોમાં સતત ચાલ્યા જ કરશે. આજના દિવસમાં ટાઈમ મેનેજમેન્ટ થોડુ અઘરું રહેશે. લકી સાઈન- ગાર્ડન
મિથુન (Gemini): 21 મેથી 21 જૂન - જો આજના દિવસે તમને કોઈ કોલાબ્રેશનનની ઓફર મળે છે, તો તેનો સ્વિકાર કરવો એક સારો નિર્ણય સાબિત થઈ શકે છે. તમારા દિવસની શરૂઆત થોડી તણાવપૂર્ણ રહી શકે છે પણ દિવસ પસાર થવાની સાથે જ તામારા તણાવનો પણ અંત આવશે. નવા આઈડિયા પર વિચાર કરો અને તેને વધુ યોગ્ય બનાવવા જરૂરી સમય પણ લો. લકી સાઈન- ગિફ્ટ બેગ