ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે.
મેષ (Aries): 21 માર્ચ-19 એપ્રિલ - જો તમે પોતાને લાડ-પ્રેમથી ટાળતા રહ્યા છો તો આજે થોડો સમય મળી શકે છે. જો કોઇ તમને કારણ વગર જજ કરે તો તેને ઇન્ગોર કરો. કાર્યાલયના કામ વ્યવસ્થિત રાખો કારણ કે આકસ્મિક તપાસ થઇ શકે છે. લકી સાઇન - નાવનું પ્રતીક.
2/ 12
વૃષભ (Taurus): 20 એપ્રિલ-20 મે - આજે ચિંતન અને સંકલ્પ કરવાનો દિવસ છે. એક પ્રગતિશીલ વિત્તીય આંદોલન માટે સારો સંકેત છે. લકી સાઇન - બસ સ્ટેન્ડ.
3/ 12
મિથુન (Gemini): 21 મે - 21 જૂન - આજનો વધારે લાભ ઉઠાવો કારણ કે ઉર્જા પુરી રીતે તમે જે કરવાનો ઇરાદો કરી રહ્યા છો તેની સાથે ગઠબંધન કરી રહી છે. તમારો બોસ તમને કોઇ મોટા અવસર માટે રેફર કરી શકે છે. લકી સાઇન - બ્રાઉટ લાઉન્જર.
4/ 12
કર્ક (Cancer): 22 જૂન-22 જુલાઈ -જો પોતાના માટે ખરીદદારીની યોજના બનાવી છે તો તમે સ્વંય તેમાં લિપ્ત થઇ શકો છો. કામ પર સમય સીમાનું પાલન થવું જોઈએ. ઘરેલું સહાયિકા નિયમિત કાર્યોમાં વિધ્ન ઉત્પન કરી શકે છે. લકી સાઇન - ચાંદીના વાસણ
5/ 12
સિંહ (Leo) : 23 જુલાઈ- 22 ઓગસ્ટ - ટીમ વર્ક આજે તમારા માટે કામ કરશે. ઘરમાં તીખી રકઝક તમારા દિવસને પ્રભાવિત કરી શકે છે. તેને પસાર થવા દો. લકી સાઇન - સ્ટીલ કટલરી.
6/ 12
કન્યા (Virgo): 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર - જો તમારું કામ અટકી રહ્યું છે અને તમારે કોઇના અહંકારને ખુશ કરવો છે તો અત્યારે કરો. લોંગ ટર્મ પ્લાનિંગ ફાયદાકારક રહેશે. મહેમાનોના સ્વાગત માટે આજે રાત્રે સારી રીતે તૈયાર છો. લકી સાઇન - લાલ બિંદુ.
7/ 12
તુલા (Libra): 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર - ભાઇ-બહેન સાથે થોડાક સમય પસાર કરવાનો સારો દિવસ છે. કામની માંગ થઇ શકે છે અને તમારા યોગદાનની સમીક્ષા કરવામાં આવશે. લકી સાઇન - મોર.
8/ 12
વૃશ્ચિક (Scorpio): 24 ઓક્ટોબર - 21 નવેમ્બર -પોતાની રીતે એક સંકલ્પ લો કે પોતાના ઝનૂનને મરવા દઇશ નહીં. દિવસે પ્રગતિશીલ ઉર્જા છે. તમે જે પણ શરૂ કરશો તેને પુરું કરવામાં સક્ષમ હશો. લકી સાઇન - લાકડાની પેનલ.
9/ 12
ધન (Sagittarius): 22 નવેમ્બર - 21 ડિસેમ્બર - ટૂર કે વિદેશથી કોઇ કોલ તમારો દિવસ બનાવી શકે છે. એક નાના વેકેશનની યોજના કામ કરી શકે છે. પ્રતિસ્પર્ધા પર સખત નજર રાખો. લકી સાઇન - બ્લોક.
10/ 12
મકર (Capricorn): 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી - કોઇ નવી દિનચર્યા શરુ કરવા માટે સારો દિવસ છે. એક બુક કે એક લેખ પ્રેરણાદાયક હોઈ શકે છે. જે વસ્તુને તમે ગુમાવી છે તે મળી શકે છે. લકી સાઇન - ચકલી.
11/ 12
કુંભ (Aquarius): 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી - તમે જે કામ કરવાનું વિચારી રહ્યા છો તેના પર તમને ધીમી પ્રગતિનો સંકેત મળી શકે છે. પોતાની પ્રવૃતિનું પાલન કરો અને પોતાની નકારાત્મક ભાવનાઓ પર નિયંત્રણ રાખો. લકી સાઇન - ફૂલોથી લદાયેલ ઝાડ.
12/ 12
મીન ( Pisces): 19 ફેબ્રુઆરી - 20 માર્ચ - એક સારી સલાહ ઘણો કિંમતી સમય બચાવશે. પરિવાર ઉચ્ચ પ્રાથમિકતા પર રહેશે. લકી સાઇન - રેશમી દુપટ્ટો.