Horoscope Today 15 February 2022: કોનો દિવસ રહેશે આનંદિત, કોણ જશે પ્રવાસ પર? જાણો રાશિફળ
ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે.
મેષ (Aries): 21 માર્ચ-19 એપ્રિલ - પોતાના મનમાં જે મુંઝવણ હતી તેને દૂર કરવા માટે સારો દિવસ છે. પોતાની દિનચર્યામાં સુધારા માટે એક સારી શરૂઆત કરી છે. પોતાની સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરો. લકી સાઇન - પોપટ
2/ 12
વૃષભ (Taurus): 20 એપ્રિલ-20 મે - દબાયેલી ભાવનાને પુરી રીતે શાંત થવામાં સમય લાગી શકે છે. જો તમે કોઇને કમિટમેન્ટ કર્યું છે તો સંભાવના છે કે આગળ પણ સ્થગિત થઇ શકે છે. લકી સાઇન - પંખ.
3/ 12
મિથુન (Gemini): 21 મે - 21 જૂન - એક લંબિત નિર્ણયમાં કેટલીક હલચલ જોવા મળી શકે છે. બની શકે કે તમે પ્રાથમિક મહત્વની ચીજોમાં લેટ અનુભવ કરી રહ્યા હોય. કામમાંથી થોડી રાહત મળી શકે છે. લકી સાઈન - પેચવર્ક.
4/ 12
કર્ક (Cancer): 22 જૂન-22 જુલાઈ - તમારી પરિયોજનાના પ્રારંભિક ચરણમાં કેટલીક રુકાવટ આવી શકે છે. અપ્રત્યાશિત સ્ત્રોતોથી સહયોગ મળી શકે છે. આજે તમારી ચિંતામાં થોડી રાહત અનુભવ કરી શકો છો. બ્રેકની યોજના બનાવો. લકી સાઇન - એલાયચી.
5/ 12
સિંહ (Leo) : 23 જુલાઈ- 22 ઓગસ્ટ - કોઇનું નુકસાન આજે તમને લાભ કરાવી શકે છે. આજે જૂના આકર્ષણ પર ફરીથી બનાવવાનું મન કરી શકે છે. એક સારી ભલામણ તમારો દિવસ બનાવી શકે છે. લકી સાઇન - સૂર્યાસ્ત.
6/ 12
કન્યા (Virgo): 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર - જો તમે અનુકુળ વિત્તીય ગતિની ભવિષ્યવાણી કરી રહ્યા છો તો તેની સંભાવના છે. દૂર રહેનારો કોઇ મિત્ર તમારી સાથે જોડાઇ શકે છે. લકી સાઇન - સફેદ બોર્ડ.
7/ 12
તુલા (Libra): 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર - એક નવી તક તમારા સુધી પહોંચી શકે છે. જોકે વાસ્તવમાં તેના થવામાં સમય લાગી શકે છે. એ સલાહ આપવામાં આવે છે કે વસ્તુઓને હંમેશા દિલમાં ના લો. લકી સાઇન - કોબાલ્ટ બ્લૂ
8/ 12
વૃશ્ચિક (Scorpio): 24 ઓક્ટોબર - 21 નવેમ્બર - નિષ્કર્ય પર જવું આ સ્તર પર યોગ્ય સાબિત થઇ શકે નહીં. તમે થોડા વિચલિત અનુભવ કરી શકો છો. હાલ કેટલીક વાતોને નજરઅંદાજ કરવી જ શાનદાર રહેશે. લકી સાઇન - ટ્રે.
9/ 12
ધન (Sagittarius): 22 નવેમ્બર - 21 ડિસેમ્બર - રુટીન કામ આજે રોકાઇ શકે છે કારણ કે નવી વસ્તુઓ સામે આવી શકે છે. કાર્ડ પર એક દાવત કે ઉપહાર હોઈ શકે છે. જો કોઇ પરિણામને લઇને ચિંતિત છો તો તે તમારા પક્ષમાં હોઈ શકે છે. લકી સાઇન - પક્ષીઓનો સમૂહ.
10/ 12
મકર (Capricorn): 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી - કેટલાક દિવસો દરેક રીતે અનુકુળ છે અને આજનો દિવસ તેમાંથી એક છે. તમે જ્યાં પહોંચ્યા છો ત્યાં પહોંચીને પોતાને ધન્ય અનુભવ કરી શકો છો. લકી સાઇન - ઇન્ડોર પ્લાન્ટ.
11/ 12
કુંભ (Aquarius): 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી - કેટલાક સ્વભાવના મુદ્દા હોઈ શકે છે જેમાં વાદ-વિવાદ થઇ શકે છે. તમે એ યોજના સાથે આગળ વધી શકો છો જેને પહેલા રોકી દેવામાં આવી હતી. લકી સાઇન - આકસ્મિક ઇજા.
12/ 12
મીન ( Pisces): 19 ફેબ્રુઆરી - 20 માર્ચ - તમે બ્રહ્માંડના સંકેતોને સાંભળો અને સ્વીકાર કરવાનો પ્રયત્ન કરે. ચિંતાનું એક અસ્થાયી ચરણ હોઇ શકે છે. તમે આજે યાત્રા કરી શકો છો. લકી સાઇન - જૂની તસવીર