મેષ (Aries)- 21 માર્ચથી 19 એપ્રિલ - તમે કોઈ કારણોસર મુસીબતમાં ફસાયેલા છો, પરંતુ આ મુસીબત કઈ રીતે આવી છે, તેની તમને ખબર પણ ન હોય. ઘણા સમયથી જે કામ અટકેલું પડ્યું છે તે કામ હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. નવી તક, આઈડિયા અથવા કોઈ પ્રેરણારૂપ કાર્યને કારણે તમારું ધ્યાન આકર્ષાઈ શકે છે. લકી સાઈન- વાળેલુ દોરડું
તુલા (Libra)- 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર - કોઈ નવા ક્ષેત્રે આગળ વધવા માટે તમે રોકાણને લઈ ચિંતિત છો તો, તમને નાણાકીય સહાયતા પ્રાપ્ત થવાની સંભાવના છે. તમારી લાંબાગાળાની યોજના ધીમી ગતિએ આગળ વધી રહી છે અને તેનું પરિણામ પણ જોવા મળી રહ્યું છે. ઘરમાં હવે શાંતિપૂર્ણ વાતાવરણનું નિર્માણ થઈ શકે છે. લકી સાઈન- સ્નોમેન
વૃશ્વિક (Scorpio)- 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર - તમે એવી વસ્તુઓને મેળવવાની કોશિશ કરી રહ્યા છો, જે તમને ક્યારેય પણ મળી શકે તેમ નથી. આ કોશિશના કારણે તમને નિરાશા જ મળે છે. ક્યારેક ક્યારેક કોશિશ કરવામાં આવે તો ધીમી ગતિએ પરંતુ કામ પૂર્ણ થઈ શકે છે. તમને અચાનકથી જ રોકડ પ્રાપ્ત થવાની સંભાવના છે. લકી સાઈન- સિલ્ક ટાઈ