Horoscope Today 13 February 2022: કઇ રાશિનો લોકો કરશે તાજગીનો અનુભવ, કોણ કરશે યાત્રા? જાણો રાશિફળ
ORACLE SPEAKS : આ રાશિ સિતારા વેલનેસ સ્ટૂડિયોના ફાઉન્ડર પૂજા ચંદ્રા દ્વારા લખવામાં આવી છે. તે આ સિવાય ટેરા કાર્ડ રિડિંગ પણ જાણે છે. તે લેખિકા, કવિ અને બ્લોગર છે. તેમની www.citaaraa.com વેબસાઇટ છે.
મેષ (Aries): 21 માર્ચ-19 એપ્રિલ - તમે કેટલાક વિષયોમાં રૂઢિવાદી હોઈ શકો છો પણ તમારી કેટલીક વાત ધ્યાન આકર્ષિત પણ કરી શકે છે. તમને કોઇ મહત્વપૂર્ણ લોકો સાથે મળવાનો અને સહયોગ કરવાની તક મળવાની સંભાવના છે. લકી સાઇન - ઇન્ડોર પ્લાન્ટ.
2/ 12
વૃષભ (Taurus): 20 એપ્રિલ-20 મે - તમારા માટે બીજા પર વિશ્વાસ કરવો આસાન થઇ ગયો છે. સુનિશ્ચિત કરો કે તમારી પાસે વર્તમાન યોજનાનો બેકઅપ છે. યાત્રા જલ્દી થઇ શકે છે. લકી સાઇન - ફૂલોનો ગુલદસ્તો.
3/ 12
મિથુન (Gemini): 21 મે - 21 જૂન - તમે પ્રાસંગિક લોકો પર સારો પ્રભાવ બનાવી શકો છો. જે કોઇ તમને નોટિસ કરી રહ્યા છે તે હવે તમારો સંપર્ક કરી શકે છે. સંબંધમાં તાજગી લાવવાનો પ્રયત્ન કરો. લકી સાઇન - સિરેમિક ફૂલદાન.
4/ 12
કર્ક (Cancer): 22 જૂન-22 જુલાઈ - તમારા મનને શાંત કરવાની જરૂર છે. કોઇપણ પ્રકારની છૂટ તમને ભવિષ્યના દિવસોની શાનદાર યોજના બનાવવામાં મદદ કરી શકે છે. લકી સાઇન - ગુલાબી ફૂલ.
5/ 12
સિંહ (Leo) : 23 જુલાઈ- 22 ઓગસ્ટ - સાર્વજનિક રુપથી અંગત વાતચીત કરવાથી બચો. તમે પોતે કોઇ મામલામાં મૂંઝવણમાં જોવા મળી શકો છો. લકી સાઇન - મનપસંદ પરર્ફ્યૂમ.
6/ 12
કન્યા (Virgo): 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર - બની શકે કે તમે કોઇ યોજનાની કલ્પના કરી હોય પણ તેના ઉપર અમલ કરવો તમારા માટે મુશ્કેલ બની શકે છે. સાધારણ દૈનિક કાર્યો તમને વ્યસ્ત રાખી શકે છે. લકી સાઇન - વ્હાઇટબોર્ડ.
7/ 12
તુલા (Libra): 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર - કોઇ જાણી જોઈને તમારી સાથે ઝઘડો કરવા માંગશે. બીજા લોકો તમારા પર કામ અને તણાવનો ભાર નાખવાનો પ્રયત્ન કરી શકે છે. લકી સાઇન - સિલિકોન મોલ્ડ.
8/ 12
વૃશ્ચિક (Scorpio): 24 ઓક્ટોબર - 21 નવેમ્બર -જો તમારી પાસે કોઇ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે એપોઇમેન્ટ છે તો સુનિશ્ચિત કરો કે તમે તેના સમય અને માનસિક સ્થાનનું સન્માન કરો છો. લકી સાઇન - રોશનીની એક સ્ટ્રિંગ
9/ 12
ધન (Sagittarius): 22 નવેમ્બર - 21 ડિસેમ્બર - જો તમે માની લીધું છે કે કશું થશે તો સંભાવના છે કે તમારો ડર સાચો સાબિત થઇ શકે છે. ઉર્જા એક અનુશાસિત દિવસનો સંકેત આપે છે. લકી સાઇન - હેંગર.
10/ 12
મકર (Capricorn): 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી - નાની-નાની વાતોને લઇને નાની લડાઇ કે અસહમતિ થવાની સંભાવના છે. આધ્યાત્મિક યાત્રા ઉપયોગી થઇ શકે છે. લકી સાઇન - સનટૈન.
11/ 12
કુંભ (Aquarius): 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી - કોઇ જૂનો બોસ તમારો કોઇ કામ માટે સંપર્ક કરી શકે છે. દબાયેલી ભાવના બીજાનું ધ્યાન ભંગ કરવા માટે સાર્વજનિક રુપથી પ્રદર્શિત થઇ શકે છે. લકી યોજના - માટીનું વાસણ.
12/ 12
મીન ( Pisces): 19 ફેબ્રુઆરી - 20 માર્ચ - તમે જેટલા વિનમ્ર થશો તમને તેટલો જ વધારે લાભ થશે. આ સપ્તાહે તમારી માતા પ્રશન્નતા પ્રમુખનો સ્ત્રોત હોઈ શકે છે. લકી સાઇન - પ્રતિક્ષિત મેઇલ.