તુલા (Libra)- 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર - જો તમે તમારા ધ્યેય તરફ આગળ વધી રહ્યા છો, તો એનો અર્થ છે કે, તમે ખૂબ જ પ્રગતિ કરી રહ્યા છો. ટીમમાં એક નવી વ્યક્તિના નાના યોગદાનના કારણે પણ ટીમના કાર્ય પર સારી અસર થઈ શકે છે. નોકરી માટે અરજી કરતા તમને સારો રિસ્પોન્સ મળી શકે છે. લકી સાઈન- ક્લિઅર ક્વાર્ટ્ઝ
વૃશ્વિક (Scorpio)- 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર - તમે તમારા કામ માટે જે પણ પ્રયાસ કર્યા હશે તેના ખૂબ જ સારા પરિણામ મળી શકે છે, જેના માટે તમારી સરાહના થઈ શકે છે. કાયદાકીય વિવાદનો અંત આવી શકે છે. તમારા લાઈફ પાર્ટનર સાથે થોડી સમસ્યા પણ થઈ શકે છે, જેનો તાત્કાલિક નિવેડો લાવવો જોઈએ. લકી સાઈન- બ્લેક ટુર્માલાઈન
કુંભ (Aquarius)- 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી - તમે તમારા જીવન પ્રત્યે ખૂબ જ ઉત્સાહી છો અને તમે જે પ્રકારે કાર્ય કરો છો તે ખૂબ જ પ્રશંસનીય છે. તમે આ પ્રકારે કેવી રીતે મેનેજ કરી લો છો, તે જોઈને લોકોને ખૂબ જ આશ્ચર્ય થાય છે. તમે કોઈ વ્યક્તિને ખૂબ જ યાદ કરી રહ્યા છો, પણ તેની સાથે વાત કરવામાં તમને આળસ પણ આવી રહી છે. તમારી લાગણીઓ અને ઈમોશનને જાણવા માટે તમારે ખૂબ જ ગહન કરવું જરૂરી છે. લકી સાઈન- ફિશ ટેન્ક