આ મૂલાંકના લોકો પોતાની જિંદગી ખુલીને જીવે છે. તેઓ પોતે પણ ખુશ રહે છે સાથે બીજાને પણ ખુશ રાખે છે. તેમની પાસે ધન-ધાન્યની ખોટ ક્યારેય નથી હોતી. તેઓ પોતાની બુદ્ધિના બળે ખૂબ પૈસા કમાય છે. તેઓ બીજાની ખૂબ મદદ કરે છે. તેમને દરેક વિષયની જાણકારી રાખવી પસંદ હોય છે. તેમને દરેક જગ્યાએ માન-સન્માન પ્રાપ્ત થાય છે. તેઓ પોતાના કામથી સામેવાળાને પ્રભાવિત કરી મૂકે છે. (Image- shutterstock)
મૂલાંક 4 ધરાવતા લોકોને પોતાની પ્રશંસા સાંભળવી ખૂબ ગમે છે. તેમણે ચાપલૂસી કરનારાથી સતર્ક રહેવું જોઈએ. કેમકે, તેનાથી નુકસાન થવાની શક્યતા છે. આ મૂલાંકના લોકો પર રાહુ (Rahu)નો વિશેષ પ્રભાવ હોય છે. જેને લીધે તેમને ખોટી સંગતમાં પડવાનું જોખમ છે. આ મૂલાંકવાળા લોકોએ મિત્રો સમજી-વિચારીને બનાવવા જોઈએ. તેમણે અજાણ્યા લોકોથી વાતચીત ટાળવી જોઈએ. (Image- shutterstock)
મૂલાંક 4 ધરાવતા લોકો બીજા માટે પણ ખૂબ પૈસા ખર્ચ કરે છે જેથી તેઓ પૈસા એકઠાં નથી કરી શકતા. તેમણે પૈસાની બચત કરતાં શીખવું જોઈએ. સાથે જ કોઈ કામ એકાગ્રતાથી કરવું જોઈએ. આ મૂલાંકના લોકોને જીવનમાં કોઇપણ વસ્તુ અચાનક મળી શકે છે. (Image credit- Adobestock) (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)