ધર્મ ભક્તિ ડેસ્ક: આપણે આખી દુનિયાના લોકો સાથે મિત્રતા કરી શકતા નથી. ઘણાં લોકો સાથે આપણી વાઇબ્સ મળતી નથી. ક્યારેક એવાં લોકો પણ જીવનમાં ભટકાઇ જાય છે જેમની સાથે ઉભેરે બનતું (Meanest Zodiac Sign) નથી. તમે તેનાંથી દૂર જ રહેવાં માંગો છો કારણ કે તેની સાથે વાત માત્રથી પણ ઝઘડો થઇ જાય છે. અને દુશ્મની વધતી જાય છે. ક્યારેક ગણતરીપૂર્વક અને ઘણી વખત અજાણતા. પરંતુ કેટલાક જીવ એવા હોય છે કે જ્યારે તેઓ ગુસ્સામાં હોય ત્યારે તેમનાથી દૂર રેહવું જ યોગ્ય છે. દુશ્મનો તરીકે તેઓ ખતરનાક અને વિષથી ભરેલા હોય છે. રાશિચક્રના (Astrology) આધારે અહીં 4 એવી રાશિઓ છે, જેમને તમારા દુશ્મન ન બનવવવા જોઈએ.
વૃષભ (Taurus Zodiac)- આ રાશિના લોકો વ્યક્તિ તરીકે ખૂબ જ જિદ્દી હોય છે, પરંતુ તમે ક્યારેય તેમના ગુસ્સાને ઉત્તેજન આપી શકતા નથી અને આપવું પણ ન જોઈએ. જ્યારે તમે જાણતા હોવ કે વ્યક્તિ ગુસ્સો કરશે જ ત્યારે તેમને સળી કરશો નહીં. આ લોકો પહેલેથી જ ઘણા ભરેલા હોય છે અને જો તમે તેમનો ગુસ્સો ફાટવાનું કારણ બનશો, તો તમને તરત જ પસ્તાવવાનો વારો આવશે. દુશ્મન તરીકે તેઓ તમારી સામે હશે પરંતુ હોઠ બીડેલા જબરદસ્તીવાળા સ્મિત સાથે. તેઓ તમારા બંને વચ્ચેના તણાવને ક્યારેય સ્વીકારશે નહીં.અને તમે તમારા પોતાના ગુસ્સાના જ શિકાર બની જશો.
વૃશ્ચિક (Scorpio Zodiac)- તેમનો ક્રોધ શાંત થાય એવો હોતો નથી અને તેમના ક્રોધથી ડરવું પડે એમ હોય છે. તેઓ ડોળ કરતા નથી, તેઓ લોકોની વચ્ચે તમારા ચહેરા પર દુશ્મન જેવો વ્યવહાર કરશે. તેઓ તમને એટલી સરળતાથી જવા દેશે નહીં. તેમની ચાલ ઝડપી તેમજ સમયસર હશે. શત્રુ તરીકે વૃશ્ચિક રાશિ સાથે તમે કાઉન્ટર એટેક માટે ક્યારેય તૈયાર થઇ જ શકો નહીં, તે હંમેશા યાદ રાખો.