ધર્મ ભક્તિ: Navratri Tradition: નવરાત્રિ 17 ઓક્ટોબરથી શરૂ થવા જઇ રહી છે. ત્યારે આ તહેવારમાં માતાજીને રિઝવવા શું કરવું અને શું ન કરવું તેનું ખાસ ધ્યાન રાખવું. નહીં તો જો માતાજી રિસાઇ જાય તો ભક્તને ભારે મુશ્કેલી પડે છે. તેથી એવાં કામ જરાં પણ ન કરવાં જેનાંથી માતાજી કોપાયમાન થાય. ચાલો ત્યારે નજર કરીએ કે નવરાત્રિનાં નવ દિવસોમાં શું કામ ન કરવું જોઇએ. નવરાત્રિમાં માતાજીની સ્તુતિ, ભજન, કિર્તન અને સ્મરણથી જીવનમાં શુભનો પ્રભાવ પડે છે. નવરાત્રિ શુભતા અને શુદ્ધતાનું મહાપર્વ છે. આ દરમિયાન તમે મન, વચન અને કર્મથી માતાજીની ભક્તિ કરશો તેટલું જ લૌકિક અને પરલૌકિક સુખ પ્રાપ્ત થશે.