ધર્મ ભક્તિ ડેસ્ક: શરદ નવરાત્રીમાં કન્યા પૂજનનું ખાસ મહત્વ હોય છે. આ વખતની નવરાત્રીમાં અષ્ટમીની સાથે નોમની તિથિ હોય છે. આ વખતે 24 ઓક્ટોબરે અષ્ટમિ ઉજવવામાં આવશે. કારણ કે, ધર્મ શાસ્ત્ર અનુસાર અષ્ટમી વાળી નવમી પણ ખુબજ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ દિવસે ભગવાન શિવે પણ માતા સિદ્ધિદાત્રીની કૃપા મેળવવાં તેમની ઉપાસના કરી હતી.
અષ્ટમી અને નવમી પર પણ કન્યા પૂજન કરવામાં આવે છે કહેવાય છે કે, સિદ્ધિદાત્રી માતા ફક્ત તે દીકરીઓનાં પૂજનથી પ્રસન્ન થાય છે જે 10 વર્ષથી નાની હોય એટલે કે જેઓ માસિકમાં ન બેસતી હોય. તેથી જેટલી દીકરીઓ નાની તેટલી માતાની કૃપા રહે છે. આ સમયે કન્યાની સાથે બે બટુક મહારાજને પણ ભોજન કરાવવું. જે ગણેશ અને ભૈરવનાં નામે ઓળખાય છે.