

નવરાત્રી 2020 (Navratri 2020 શનિવાર એટલે કે, 17 ઓક્ટોબરથી શરૂ થઈ છે. હિન્દુ ધર્મમાં આ નવ દિવસ ખુબજ મહત્ત્વપૂર્ણ હોય છે. તે દરમિયાન દેવીના નવ રૂપની પૂજા ધામધૂમથી કરવામાં આવે છે. ત્યારે આ વખતે કોરોના મહામારીને કારણે ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાતનાં (Gujarat) પાવાગઢ (Pavagadh) અને અંબાજી (Ambaji) શારદીય નવરાત્રીમાં યાત્રાધામમાં ગરબાના તાલ વગર માઈભક્તો ઘેરબેઠા પૂજા, અર્ચના કરી નવરાત્રી પર્વ મનાવશે. નવરાત્રી દરમિયાન ગુજરાતનું પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મા મંદિર (Shaktipeeth Shri Aarasuri AmbaJi Temple) દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ પાવાગઢમાં 16 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી મંદિરમાં ફિજિકલ દર્શન બંધ રાખવામાં આવ્યા છે ત્યારે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા જુદી જુદી જગ્યાઓ પર વર્ચ્યુઅલ દર્શન (Virtual darshan) સેન્ટર બનાવવામાં આવ્યા છે. (પાવાગઢ મંદિર,અંબાજી મંદિર)


અંબાજી મંદિરમાં નવરાત્રી દરમિયાન ત્રણ આરતી કરવામાં આવશે. જેમાં સવારે મંગળા આરતી, બીજી ઘટ સ્થાપનની આરતી અને ત્રીજી સાયંકાલ આરતી સાંજે 6.30.કલાકે કરવામાં આવશે. આરતી દરમિયાન યાત્રિકોને મંદિરમાં પ્રવેશ અપાશે નહીં. આરતી પૂર્ણ થયા બાદ શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઇ શકશે. (અંબાજી મંદિર)


નવરાત્રીના પર્વમા પાવાગઢ માકાળીનુ અનેરુ મહત્વ હોય છે. મોટી સંખ્યામાં લોકો અહી મંદિરમાં દર્શન કરવા આવતા હોય છે. ત્યારે આવામાં કોરોના ન વકરે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો બીજી તરફ, પાવાગઢની આસપાસનો વિસ્તારનો પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યો હોવાથી અહી મોટી સંખ્યામાં પ્રવાસીઓની પણ સતત અવરજવર રહે છે. (પાવાગઢ મંદિરનાં કાલિકા માતાનાં આજનાં દર્શન)


પાવાગઢમાં કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. દર્શન માટે બે વર્ચ્યુઅલ ડોમ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. પંચમહાલમાં આવેલ શક્તિપીઠ અને યાત્રાધામ પાવાગઢ ખાતે પણ મંદિર દર્શન બંધ રાખવામાં આવ્યા છે. 16 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી મંદિરમાં ફિજિકલ દર્શન બંધ રાખવામાં આવ્યા છે ત્યારે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા જુદી જુદી જગ્યાઓ પર વર્ચ્યુઅલ દર્શન સેન્ટર બનાવવામાં આવ્યા છે. (પાવાગઢ મંદિર)