Navratri 2020: નવરાત્રિનો પ્રારંભ થવામાં હવે ગણતરીનાં દિવસો બાકી છે. મોટાભાગનાં ઘરમાં માતાની પૂજા અર્ચના થાય છે. ભક્તો 9 દિવસ માતાની ભક્તિમાં લીન થઈ જાય છે. નવરાત્રિની ધૂમ સાથે બજારોમાં દુર્ગા પૂજાની રોનક પણ જોવા મળે છે. હિંદૂ ધર્મમાં આ તહેવારને ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે. આ પાવન દિવસોમાં વ્રત અને ઉપવાસ પણ કરવામાં આવે છે. લોકો ભક્તિભાવ સાથે માતાની ઉપાસના કરે છે.