થાઈલેન્ડના એક શહેર ચિયાંગમાં એક મંદિર એવું છે કે જ્યાં લોકો કોઈ દેવી-દેવતાના દર્શન માટે નહીં. પરંતુ મૃત્યુ બાદ નર્કમાં મળનારી સજાઓને જોવા માટે આવે છે. મંદિરમાં એવી પ્રતિમા લગાવવામાં આવી છે કે જે પાપના કર્મોના બદલે આપવામાં આવતી પીડાઓને દર્શાવે છે. થાઈલેન્ડની રાજધાની બેંકોકથી 700 કિલોમીટર દુર ચિયાંગ માઈ નામના મંદિરમાં દુનિયાનું એક માત્ર નર્ક મંદિર છે. આ મંદિર સનાતન ધર્મ અને બૌદ્ધ ધર્મથી પ્રેરિત છે. મંદિરની સભ્યતા અને સંસ્કૃતિ પર ભારતીય પ્રભાવ જોવા મળે છે. આ મંદિર બનાવવાનો વિચાર પ્રા ક્રુ વિશાનજાલિકોન નામના એક બૌદ્ધ ભિક્ષુનો હતો. પ્રા ક્રુ વિશાનજાલિકોન લોકોને બતાવવા માંગતા હતા કે પાપ અને બીજાને પીડા પહોંચાડવાનું પરિણામ અંતમાં ખરાબ જ હોય છે. આનાથી પ્રેરિત થઈને તેની નર્કની પરિકલ્પના કરતા આ મંદિર બનાવ્યું હતું. અહીની પ્રતિમા જોઈને જોઈને લાગે છે કે તમે તમારી આંખની સાથે નર્કના દર્શન કરી રહ્યાં છો. મંદિરમાં લોકો પોતાના પાપોનો પ્રાયશ્ચિત કરવા માટે આવે છે. 'વેટ મે કેટ નોઈ' ટેમ્પલના નામથી પ્રસિદ્ધ છે. સ્થાનીક લોકોનું માનવું છે રે જો વ્યક્તિ આ મંદિરના દર્શન કરી લે છે તે પોતાના પાપોનું પણ પ્રાયશ્ચિત કરી લે છે.