સનાતન ધર્મને સૌથી પ્રાચીન ધર્મ માનવામાં આવે છે, સનાતન હિંદુ ધર્મમાં ત્રિદેવની માન્યતા છે. ભારત સમગ્ર વિશ્વમાં પ્રાચીન મંદિરો માટે પ્રસિદ્ધ છે. દેશમાં અનેક નાના મોટા મંદિરો છે, જે પોતાની સંસ્કૃતિ અને માન્યતાઓને કારણે ખૂબ જ પ્રસિદ્ધ છે. દેશમાં અનેક રહસ્યમય મંદિર (Mysterious Temples) છે, જે રહસ્યમય કથાઓને કારણે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. અહીંયા તે મંદિરો વિશે જાણકારી આપવામાં આવી છે.
વીરભદ્ર મંદિર: વીરભદ્ર મંદિરનો સમાવેશ સૌથી રહસ્યમય મંદિરમાં સમાવેશ થાય છે. માનવામાં આવે છે કે, આ મંદિરમાં 70 મોટા સ્તંભ આવેલા છે, જે મંદિરની છતને અડે છે, પરંતુ તે સ્તંભ જમીનને અડતો નથી. આ સ્તંભને હેન્ગિંગ પિલ્લર પણ કહેવામાં આવે છે. પર્યટકો આ સ્તંભનું ટેસ્ટીંગ કરવા માટે સ્તંભ નીચેથી કપડું કાઢીને ટેસ્ટ કરે છે.
સ્તંભેશ્વર મહાદેવ મંદિર: ગુજરાતમાં સ્તંભેશ્વર મહાદેવ મંદિરની ગણતરી રહસ્યમયી મંદિર તરીકે કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે, આ મંદિર દિવસમાં થોડા સમય માટે સંપૂર્ણ રીતે ગાયબ થઈ જાય છે. ગાયબ થયા બાદ આ મંદિરનો એક ભાગ પણ જોવા મળતો નથી. આ મંદિર ગુજરાતમાં અરબ સાગર અને કેમ્બે ખાડીના કિનારા પર સ્થિત છે, જે હાઈટાઈડ દરમિયાન નિયમિતરૂપે પાણીમાં ડૂબી જાય છે. પાણી જતું રહ્યા બાદ આ મંદિર શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવે છે. આ મંદિર ભગવાન શિવના પુત્ર કાર્તિકેયે બનાવડાવ્યું હોવાનું માનવામાં આવે છે.
ઉજ્જૈન: ઉજ્જૈન અંગે આજે પણ અનેક રહસ્યો જોવા મળી રહ્યા છે. માનવામાં આવે છે કે, ઉજ્જૈન આકાશ અને ધરતીનું કેન્દ્ર છે. જ્યાં માત્ર એક રાજા છે, મહાકાલ. જ્યાં અનેક મંત્ર જાપ અને અનુષ્ઠાન કરવામાં આવે છે. તંત્ર ક્રિયાઓ માટે આ જગ્યા ખૂબ જ પ્રચલિત છે. રાજા ભોજના સમયથી અહીંયા કોઈપણ રાજા રોકાતો નથી. રાજનૈતિક જનપ્રતિનિધિ પણ અહીંયા રાતવાસો કરતા નથી. આ બાબતના રહસ્ય વિશે કોઈ જાણતું નથી.
કામાખ્યા દેવી મંદિર: ગુવાહાટીની નિલાચલ પહાડી પર કામાખ્યા દેવી મંદિરની ગણતરી માં દુર્ગાના 51 શક્તિપીઠમાં કરવામાં આવે છે. આ મંદરિને કાળા જાદુના અનુષ્ઠાન માટે ઓળખવામાં આવે છે. દર વર્ષે ચોમાસામાં 3 દિવસ માટે આ મંદિર બંધ કરી દેવામાં આવે છે. ગર્ભગૃહમાંથી નીકળતું પાણી તે સમયે લાલ થઈ જાય છે. પત્થરની મૂર્તિને ઢાંકવામાં આવતું લાલ કપડું કાપીને ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવે છે.
અસીરગઢ કિલ્લાનું શિવ મંદિર: પૌરાણિક માન્યતા અનુસાર મહાભારતના અશ્વત્થામાને પોતાના પિતાના મૃત્યુના બદલો લેવા સમયે તેનાથી થયેલ એક નાની ભૂલ તેમને ભારે પડી ગઈ છે. ભગવાન શ્રી કૃષ્ણએ તેમને યુગો સુધી ભટકવાનો શ્રાપ આપ્યો છે. માનવામાં આવે છે કે, લગભગ 5 હજાર વર્ષથી અશ્વત્થામાં ભટકી રહ્યા છે. મધ્યપ્રદેશના બુરહાનપુર શહેરથી 20 કિમી દૂર અસીરગઢ કિલ્લો આવેલો છે. આ કિલ્લામાં આવેલ શિવ મંદિરમાં અશ્વત્થામાં આજે પણ પૂજા કરવા આવે છે. સ્થાનિક નિવાસી અશ્વત્થામા સાથે જોડાયેલ અનેક કહાનીઓ વિશે જણાવે છે. કહેવામાં આવે છે કે, જે લોકોએ અશ્વત્થામાને જોયા છે, તેમની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે.