કન્યા (Virgo)- આજે તમારા મગજમાં ઘડાઈ રહેલી યોજનાના કારણે તમને નાણાકીય લાભ મળી શકે છે. ઓફિસમાં સિનિયરનો સપોર્ટ મેળવવાની કોશિશ કરો. વડીલનું માન જાળવો અને પારિવારિક મુદ્દાઓનું નિવારણ લાવવા માટે ચર્ચા કરો. લકી કલર: લાઈટ ગુલાબી લકી નંબર: 7 ઉપાય: ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરો અને 108 વાર ગણેશ મંત્રનો જાપ કરો.
તુલા (Libra)- આજે તમે જે પણ કામ કરો તે મન લગાવીને કરશો તો તમને તે જ સમયે તેનું પરિણામ મળી શકે છે. સમજી વિચારીને કામ કરવું જોઈએ. નાણાકીય નુકસાન થવાની સંભાવના છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ જરૂરથી લઈ લેવી. આજે તમને વિવાહ માટેના પ્રસ્તાવ મળી શકે છે. લકી કલર: કેસર લકી નંબર: 9 ઉપાય: ભગવાન કૃષ્ણને સુગર કેન્ડી અર્પણ કરો.