મેષઃ તમારે વ્યવસાયિક બાબતોમાં નિર્ણય લેતી વખતે મન ચોખ્ખું રાખીને કામ કરવું પડશે. આજે ઘણા મુદ્દાઓને સરળતા અને ઝડપથી ઉકેલી શકાશે. આજે ટોચ પર પહોંચવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરો. નકામી વસ્તુઓમાં તમારો સમય બગાડશો નહીં. આવું કરવાથી તમે પૈસા અને તકો પણ ગુમાવી શકો છો.
લકી નંબર 6
લકી કલર: કાળો રંગ
ઉપાય: ભગવાન શિવને જળાભિષેક કરો.
વૃષભઃ આજના દિવસે આર્થિક મામલે ભાગ્ય સાથ આપશે. આપના બિઝનેસનો વિસ્તાર થશે. તમારે રિસોર્સ એકત્રિત કરીને આર્થિક સ્થિતિને મજબૂત બનાવવી જોઈએ. નોકરી ધંધાના સ્થળે ચોરી થવાની શક્યતા છે. તમે ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બની શકો છો.
લકી નંબર: 3
લકી કલર: ગુલાબી રંગ
ઉપાય: ભૈરવ મંદિરમાં નારિયેળ ચઢાવો
મિથુનઃ આર્થિક રીતે આજનો દિવસ સારો નહીં રહે અને આર્થિક બાબતોમાં મુશ્કેલી આવી શકે છે. અચાનક કોઈ કામ કરવા માટે તમારે લોન લેવી પડી શકે છે. નોકરી ધંધે છેતરપિંડી થવાની શક્યતા છે. કોઈપણ દસ્તાવેજ પર સહી કરતા પહેલા કાળજીપૂર્વક વાંચો.
લકી નંબર: 1
લકી કલર: લાલ રંગ
ઉપાય: સૂર્યદેવને જળ અર્પિત કરો
કર્કઃ આર્થિક સ્થિતિમાં સુધારના સંકેત છે. અટકેલા કામો અંગે ચિંતા રહેશે, પરંતુ સમય જતા કામ પૂર્ણ થવા લાગશે. લાંબા સમયથી અટકેલા નાણાં પરત આવે તેવી અપેક્ષા છે અને આ પૈસાનો ઉપયોગ ઘરના ખર્ચ માટે ન કરો, યોગ્ય સલાહ સાથે રોકાણ કરો, જેનો ભવિષ્યમાં મોટો લાભ મળશે.
લકી નંબર: 7
લકી કલર: ગોલ્ડન
ઉપાય: ગાયોને લીલો ચારો આપો.
સિંહઃ આજે ભાગ્યના કારણે અવસર મળી શકે છે, નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. નકામી વસ્તુઓમાં સમય બગાડશો નહીં. તમારી સાથે કોઈ વાતને કારણે વિવાદ વધી શકે છે. વિચાર્યા વગર નાણાં ખર્ચ કરશો નહીં, નહીંતર ભવિષ્યમાં પસ્તાવું પડી શકે છે.
લકી નંબર: 9
લકી કલર: વાયોલેટ
ઉપાય: પીળી ખાદ્ય વસ્તુનું દાન કરો
કન્યાઃ શારીરિક સમસ્યાના કારણે ઓફિસમાં કામ પર અસર થઈ શકે છે, પરિણામે અધિકારીઓની નજરમાં તમારી છબી ખરાબ થશે. અલબત્ત આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. આજે તમારે અચાનક ધન લાભ પણ થઈ શકે છે. આજે આંખો બંધ કરીને કોઇના પર વિશ્વાસ ન કરો.
લકી નંબર: 7
લકી કલર: આસમાની
ઉપાય: કૃષ્ણ મંદિરમાં વાંસળી અર્પણ કરો.
લકી નંબરઃ 8
લકી કલરઃ કથ્થઈ
ઉપાય: દેવી લક્ષ્મીની પૂજા કરો
મકરઃ આજે નાના વેપારીઓ માટે ઉત્તમ દિવસ છે, નાના વેપારીઓને સારી ડિલ મળશે. બીજી તરફ નોકરીયાત લોકો માટે સમય અનુકૂળ નથી, તેમને આર્થિક નુકશાન થઈ શકે છે, જેથી સાવધાન રહેજો. ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધો જાળવી રાખો. આજે કોઈને પૈસા ઉધાર આપતા પહેલા વિચારી લો.
લકી નંબર: 8
લકી કલર: સફેદ
ઉપાય: 108 વખત 'ઓ નમઃ શિવાય'નો જાપ કરો.