સિંહઃ આજે જુના પ્લાન ફરી કામમાં આવી શકે છે. કોઈ તમારી પાસે મદદ માંગવા માટે આવી શકે છે અને તેનું કામ પૂર્ણ કરીને જશે. પૈસાના મામલામાં કોઈની પર વિશ્વાસ કરતા પહેલા યોગ્ય રીતે વિચારો. જુના અટકેલા કામ થોડો ખર્ચ કરીને પૂરા થઈ શકે છે. નવી યોજનાઓ પર કામ આજથી શરૂ થશે. લકી નંબરઃ 9, લકી રંગ- લાલ, ઉપાયઃ- હનુમાન ચાલીસાનો પાઠ કરો.
કન્યાઃ ભાગ્યની દૃષ્ટિએ આજનો દિવસ સારો રહેશે. છેલ્લા કેટલાક દિવસોથી શરીરમાં કોઈ પણ પ્રકારનો દુ:ખાવો થતો હોય તો તેમાં સુધારો થશે. સંતાન તરફથી સારા સમાચારની અપેક્ષા છે. તમારા બાળકો તમારી બધી જરૂરિયાતોનું ધ્યાન રાખશે. તમે તમારી કાર્યક્ષમતાથી દરેક જગ્યાએ સફળતા પ્રાપ્ત કરશો. લકી નંબર: 3, લકી કલર: બદામી, ઉપાયઃ- ગાયને રોટલી ખવડાવો.
મકરઃ આજનો દિવસ આર્થિક લાભ આપવાનો છે. વારસાગત સંપત્તિથી લાભ થશે. કોઈને સામેથી સલાહ ન આપો, તેની વિપરીત અસર થશે. રાત્રે સારા કાર્યો થવા લાગશે, જેના કારણે તમારું મન શાંત અને પ્રસન્ન રહેશે. તમે પરિવારના સભ્યો સાથે ક્યાંક પિકનિક પર જઈ શકો છો. લકી નંબર: 7, લકી કલર: કેસરી, ઉપાયઃ- કોઈ ગરીબ વ્યક્તિને લાલ ફળ દાન કરો.