મેષ: આજે આર્થિક રીતે સ્થિતિ નબળી રહી શકે છે. જરૂરી ખર્ચ માટે લોન લેવી પડી શકે છે. તેથી આજે પૈસા સમજી વિચારીને ખર્ચ કરો. નિષ્ણાંતોની સલાહ લીધા પછી જ રોકાણ કરો નહીં તો તમને નુકસાન થઈ શકે છે. ઉપાય: દેવી લક્ષ્મીની પૂજા કરો.
2/ 12
વૃષભ: નવા કાર્યની શરૂઆત માટે આજે અનુકૂળ સમય નથી, કારણ કે આજે મોટું નુકસાન થઈ શકે છે. આવકના અન્ય સાધનો મળવાની આશા છે, તમારા માર્ગમાં આવતી તકને ઝડપવાનેં ચૂકશો નહીં. ઉપાય: ગાયને લીલું ઘાસ ખવડાવો.
विज्ञापन
3/ 12
મિથુન: બિઝનેસ ક્ષેત્રે સફળતા મળી શકે છે. લાંબાગાળાના રોકાણથી લાભ મળશે. સુખ-સુવિધાઓ પર પૈસા ખર્ચ કરવા પડી શકે છે. જરૂરી હોય તેટલો ખર્ચ કરો. ઉપાય: માતા-પિતાના આશીર્વાદ લો.
4/ 12
કર્ક: તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણય ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. જનસંપર્કમાં વધારો થવાથી ધન લાભની શક્યતા છે. તમારે કોઈને પૈસા ઉધાર આપતા પહેલાં વિચાર કરવો જોઇએ. ઉપાય : માછલીઓને ખવડાવો.
5/ 12
સિંહ: નસીબ આજે દરેક બાબતમાં તમારો સાથ આપશે. કાર્યસ્થળ પર તમને પ્રશંસા મળશે. આજે રોકાણ કરવાથી ફાયદો થશે. સમજી વિચારીને સંપત્તિના નિર્ણયો લો. ઉપાય: કીડીઓની ખાંડ અને લોટ મિક્સ કરીને કીડીયારું નાખો.
विज्ञापन
6/ 12
કન્યા: આજનો દિવસ વ્યયપૂર્ણ લાગી શકે છે. આજે તમે સેવાભાવી કાર્યોમાં ધન ખર્ચ કરી શકો છો. નોકરી બદલવાનો વિચાર કરતા લોકોને નવી તકો મળશે. ઉપાય: શારીરિક રીતે અક્ષમ વ્યક્તિની સેવા કરો.
7/ 12
તુલા: આજે આવક ઓછી અને ખર્ચ વધુ રહેશે. જેના કારણે માનસિક પરેશાની વધશે. રોકાણમાં નુકસાનની શક્યતા છે. ઓનલાઈન ફ્રોડ થવાની શક્યતા છે. ઉપાય: કાળા કૂતરાને તેલમાંથી બનેલી ઇમરતી ખવડાવો.
8/ 12
વૃશ્ચિક: આજે તમારી તરફેણમાં કોઈ મહત્વપૂર્ણ વ્યવસાયિક કરારને અંતિમ સ્વરૂપ આપી શકાય છે, જે ભવિષ્યમાં પણ ફાયદાકારક સાબિત થશે. લાંબાગાળાના રોકાણ માટે તમને યોગ્ય તકો મળશે. ઉપાય: મા લક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરો.
विज्ञापन
9/ 12
ધન: ધન-સંપત્તિમાં વધારો થવાનો દિવસ રહેશે. તમને લાંબા સમય સુધી અટવાયેલા પૈસા મળશે. ઘરમાં ઓછા ખર્ચ અને વધુ આવકને કારણે મન પ્રસન્ન રહેશે. ઉપાય: સૂર્યને જળ અર્પિત કરો.