મેષ (Aries): ઓફિસમાં કામ કરતા સમયે ધીરજ રાખો અને સતર્ક રહો. કારણ વગર અન્ય લોકોના કામમાં દખલઅંદાજી ન કરશો. બેજવાબદારીભર્યું વર્તન ન કરો. લેવડ-દેવડ કરવામાં સાવધાની રાખો. અંગત વ્યક્તિઓની સલાહ અનુસાર કાર્ય કરો. રિસર્ચ ટોપિક સાથે જોડાવાનો પ્રયત્ન કરો. ઓફિસમાં કામકાજ સામાન્ય રહેશે.
ઉપાય: ઓમ નમ: શિવાય મંત્રનો 108 વાર જાપ કરો.
મિથુન (Gemini): સામાન્ય લાભની તક મળશે. નાણાંકીય લેવડ દેવડમાં સ્પષ્ટતા જાળવો. આર્થિક એક્ટિવિટીમાં સક્રિયતા જાળવો. બજેટ પર નિયંત્રણ રાખો. કરિઅર અને બિઝનેસમાં વૃદ્ધિ થશે. અનુભવી વ્યક્તિની સલાહ લો. રોકાણમાં દગો મળવાની શક્યતા રહેલી છે, સતર્ક રહો. બિઝનેસમાં સતર્કતા દાખવો.
ઉપાય: હનુમાન મંદિરમાં ઘીનો દીવો કરો અને હનુમાન ચાલીસાના પાઠ કરો.
સિંહ (Leo): જીદ, અહંકાર અને લાગણીઓથી બચીને રહો. રોકાણમાં ખર્ચ કરો તે સમયે બજેટ પર ધ્યાન આપો. યોજના અનુસાર કામ કરો. બિઝનેસ સારો રહેશે અને વાતાવરણ અનુકૂળ રહેશે. પર્સનલ બાબતો પર કામ કરવામાં સ્પીડ આવશે. વ્યક્તિગત ઉપલબ્ધિઓ પર ધ્યાન રહેશે. કામકાજ સારી રીતે કરી શકશો. મેનેજમેન્ટ સારું રહેશે.
ઉપાય: પિંજરામાંથી પક્ષીઓને મુક્ત કરી દો.
કન્યા (Virgo): લાભમાં વૃદ્ધિ થશે અને મનપસંદ પરિણામ પ્રાપ્ત થશે. યોજના અનુસાર આગળ વધશો. ઓફિસમાં યોગ્ય સમય આપી શકશો. કામકાજની બાબતોમાં સુધારો જોવા મળશે અને તમામ લોકોને સાથે રાખશો. બિઝનેસમાં પહેલ કરશો અને ટ્રાવેલ થવાની સંભાવના છે. જે પણ બાબતે કોશિશ કરશો તેમાં સફળતા મળશે. વિશ્વાસમાં વૃદ્ધિ થશે અને બિઝનેસના મામલાઓને વેગ મળશે.
ઉપાય: હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડના 7 વાર પાઠ કરો.
તુલા (Libra): પ્રોફેશનલ કોન્ટેક્ટમાં વધારો થશે. કરિઅર અને બિઝનેસમાં વૃદ્ધિ થશે. સિનિયર વ્યક્તિઓ સાથે મુલાકાત થશે. નાણાંમાં વૃદ્ધિ થશે. સહનશીલતા જાળવી રાખશો. પ્રોફેશનલ વર્કમાં રુચિ જળવી રહેશે. તમે તકનો ફાયદો ઉઠાવી શકશો, પારિવારિક કાર્યોને આગળ વધારી શકશો. વર્ક બિઝનેસમાં વૃદ્ધિ થશે.
ઉપાય: વડના ઝાડ પાસે ઘીનો દીવો કરો.
વૃશ્વિક (Scorpio): નિર્ણય લેવામાં સહજતા રાખશો. આર્થિક મામલાઓ સારા રહેશે. તમે ધાર્યું હતું તેના કરતા સારું કામ થશે અને યોજના અનુસાર આગળ વધશો. કરિઅર અને બિઝનેસમાં મનપસંદ પરિણામ મળશે. કામકાજના મામલાઓ સારા રહેશે. સમજદારી સાથે કામ લેશો અને લેવડ દેવડમાં સાવધાની રાખશો.
ઉપાય: હનુમાન ચાલીસાના પાઠ કરો.
ધન (Sagittarius): વર્ક બિઝનેસમાં બિનજરૂરી બાબતો પર ધ્યાન ન આપો અને અફવાઓ ધ્યાનમાં ન લેશો. ઓફિસમાં તમારા વિરુદ્ધ કામ થઈ શકે છે. કરિઅર ટ્રેડિંગમાં સમર્પણ દાખવો. એક્ટિવિટીમાં સતર્કતા દાખવો. બજેટ પર ધ્યાન આપો અને કોઈ તમને ઠગી ન જાય તે અંગે સતર્ક રહો.
ઉપાય: કાળા શ્વાનને દીવેલ લગાવેલી રોટલી ખવડાવો.
કુંભ (Aquarius): મહત્ત્વપૂર્ણ રજૂઆત મળશે અને તમામ લોકોનો સહયોગ મળશે. એક્શન પ્લાનના કારણે સફળતાપૂર્વક આગળ વધશો. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે અને તમામ પ્રકારની અડચણ દૂર થશે. આકર્ષક ઓફર મળશે અને વાતચીત કરવાથી ફાયદો થશે. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે.
ઉપાય: ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરો અને 108 વાર ગણેશ મંત્રનો જાપ કરો.
મીન (Pisces): કામમાં આવતી તમામ અડચણો દૂર થશે. સાહસમાં વૃદ્ધિ થશે અને સક્રિયતારૂપે કાર્ય કરી શકશો. તમામ ક્ષેત્રોમાં પ્રભાવશાળી પરિણામ પ્રાપ્ત થશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. પદ, પ્રતિષ્ઠા અને તકમાં વૃદ્ધિ થશે. કોઈપણ પ્રકારની ઉતાવળ ન કરશો અને તમે ટ્રાવેલ માટે બહાર જઈ શકો છો.
ઉપાય: દુર્ગા મંદિરમાં દુર્ગા ચાલીસાના પાઠ કરો.