મેષ આજે તમારે તમારી કારકિર્દી અને બિઝનેસમાં સરળતા જાળવી રાખવી જરૂરી છે. કોમર્શિયલ કામમાં ઝડપ જોવા મળશે. આ સાથે જ કાર્ય માટેની યોજનાઓને પણ વેગ મળશે. તમારી પ્રતિભાના પ્રદર્શનમાં સુધારો થશે. આજે કાર્યોમાં દિવસ અનુકૂલન રહેશે. અંગત વિષયો પર ફોકસ રાખો. સહકર્મીઓ સાથે તાલમેલમાં વધારો થશે. ઉપાયઃ ભગવાન શિવને જળ અર્પણ કરો
વૃષભ
કારકિર્દી અને વ્યવસાયિક ક્રિયા પ્રતિક્રિયામાં આજનો દિવસ તમારી માટે અનુકૂળ રહેશે. પ્રોફેશનલ લોકોને કામ માટે સારી ઑફર મળી શકે છે. નફો થશે અને કામના વિસ્તરણ પર ભાર રહેશે. ઔદ્યોગિક ઉત્પાદનોમાં સુધારો થતો રહેશે. દરેક વ્યક્તિ તમારી સક્રિયતાથી પ્રભાવિત થશે. વિવિધ ક્ષેત્રોમાં તમને સારા સમાચાર અને સારા સંકેતો જોવા મળશે.
ઉપાયઃ હનુમાન મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો.
મિથુન
કાર્યક્ષેત્રમાં ધાર્યા પ્રમાણે પ્રદર્શન જળવાઈ રહેશે. આર્થિક વ્યવસાયિક બાબતો સાકાર થશે. પૈતૃક અને પારંપરિક ધંધામાં ગતિ આવશે અને લાભ થશે. કરિયર બિઝનેસમાં સકારાત્મકતા રહેશે. આજે તમે બધાને સાથે લઈને ચાલશો. સંપત્તિમાં વૃદ્ધિ થશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતીમાં સુધારો થશે.
ઉપાયઃ રામ મંદિરમાં ધ્વજા ચડાવો.
કર્ક
આજનો દિવસ સારો રહેશે. જેના કારણે તમામ ક્ષેત્રોમાં તમારી અસરકારકતા રહેશે. આજે કામકાજ બાબતે તમારી હિંમત સક્રિયતા અને સમજણમાં વધારો થશે. આર્થિક વાણિજ્ય ક્ષેત્રે અલગ કાર્યો કરવાનો વિચાર આવશે. પરિણામ અપેક્ષા કરતા વધુ સારા આવશે. આ સાથે જ તમને નવી આકર્ષક ઓફર્સ મળી શકે છે. લોકો સાથે તમારો વ્યવહાર અને સંબંધો સારા રહેશે. અગાઉથી તૈયાર કરવામાં આવેલી યોજનાઓને બળ મળશે.
ઉપાયઃ- માઁ સરસ્વતીને સફેદ ફૂલોની માળા અર્પણ કરો
સિંહ
આજે તમે ધીરજ અને વિશ્વાસ સાથે આગળ વધશો. કામમાં કે અન્ય કોઈ બાબતોમાં લોભ અને લાલચમાં ન આવશો. નાણાકીય પ્રયાસોમાં સાવધાની રાખવી પડશે. નોકરી ધંધામાં ધ્યાન રાખવું જરૂરી છે અને ઉતાવળને બદલે ધીરજથી કામ લેવાની જરૂર છે. આવું કરવાથી જોખમ ટળશે સાથે જ જોખમ હોય એવા કામ કરવા ટાળવા હિતાવહ રહેશે. યોજનાઓના અમલીકરણમાં વધારો થશે.
ઉપાયઃ લાલ ગાયને ગોળ ખવડાવો
કન્યા
લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળતા મળશે. સ્થિતિ પર નિયંત્રણ જાળવી રાખશો તો લાભ થશે. કરિયર બિઝનેસમાં સિદ્ધિઓ વધશે. જેના કારણે સંપતિમાં પણ વધારો થશે અને તમને લાભ થશે. અધિકારી વર્ગ પ્રસન્ન રહેશે. ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થશે. વેપારમાં સુધારો થઈ શકશે. પ્રભાવશાળી પ્રદર્શન કરી શકશો.
ઉપાયઃ સાંજે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો.
વૃશ્ચિક
આર્થિક બાબતોમાં ઝડપ જાળવી રાખશો. આજે તમે તમારા સારા સમયનો મહત્તમ લાભ લઈ શકશો. વ્યાવસાયિક પ્રયાસો ચાલુ રાખશો તો એકથી વધુ સ્ત્રોતોથી લાભનો માર્ગ ખુલશે. સંપર્ક સંચાર વધુ સારો રહેશે. હિંમત અને બહાદુરીમાં વધારો થશે સાથે જ કરિયરમાં અને વેપારમાં ઝડપી ગતિ આવશે.
ઉપાય: શારીરિક રીતે અક્ષમ વ્યક્તિની સેવા કરો.
કુંભ
કરવામાં આવેલું કાર્ય ઘડેલી યોજનાઓને આગળ ધપાવશે. સમય વ્યવસ્થાપન પર ભાર મુકો તો કામ સરળ થશે. લોભ અને લાલચથી ખાસ બચવાની જરૂર છે. આર્થિક બાબતો પર નિયંત્રણ વધશે. નોકરી ધંધામાં જાગૃતિ વધશે. જેના કારણે કામકાજના મામલામાં ધીરજ બતાવશો અને સજાગ રહેશો. યાદ રાખો કે કોઈપણ બાબતને લઈ અતિશય ઉત્સાહી ન બનો.
ઉપાયઃ કોઈ ગરીબ વ્યક્તિને સફેદ વસ્તુનું દાન કરો.
મીન
ઓફિસમાં ઝડપથી ટાર્ગેટ પૂરો કરશો. હિંમત અને બહાદુરી બતાવશો. જેથી કરિયરની તકો વધશે. તમે ચોક્કસપણે આગળ વધશો. જેના કારણે તમને જીતનો અહેસાસ થશે. નોકરી ધંધામાં સારું કામ કરશો. તમારી આસપાસ પોઝિટીવિટી જોવા મળશે. જો કે, આજે તમારા મનમાં સ્પર્ધાની ભાવના વધશે.
ઉપાયઃ દુર્ગા મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો.