મેષ રાશિ: આજના દિવસે તમે તમારી વ્યાવસાયિક બાબતોમાં ઉત્સાહીત રહેશો. આ સાથે જ તમારા કરિયર બિઝનેસમાં પણ તમે ચોક્કસપણે આગળ વધશો. તમારી મહેનતના પરિણામ સ્વરૂપે સારા સમાચાર મળી શકે છે. આજના દિવસે તમારો સંપૂર્ણ ટાર્ગેટ પ્રોફિટ પર જ રહેશે જેના કારણે તમે અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કરશે. વિવિધ કાર્યો સક્રિય રીતે આગળ વધશે. કોઈપણ બાબતો જરૂર હોય તો અનુભવી લોકોની સલાહ લેવી.
ઉપાયઃ ગાયત્રી મંત્રનો 108 વાર જાપ કરો.
વૃષભ રાશિ: આજના દિવસે આપના દ્વારા ભૌતિક સુવિધાઓ પર ભાર મૂકવામાં આવશે. અધિકારીઓ તમારી મદદ કરશે. લાંબા સમયથી તમે જે યોજનાઓ બનાવી રહ્યાં છો તે યોજનાઓ હવે આકાર લેશે. કરિયર બિઝનેસમાં આજનો દિવસ અસરકારક રહેશે. નકામી વાતચીત કરવાનુ ટાળો. વિવિધ પ્રયાસોમાં ગતિ જળવાઈ રહેશે સાથે જ લોકો સાથેના સંપર્કોનો વ્યાપ વધશે.
ઉપાયઃ ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરો.
મિથુન રાશિ: આજે તમારા લક્ષ્ય પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરો આવું કરવા માટે તમને દરેકનો સહયોગ મળશે. સાથે જ તમારો ઉત્સાહ જળવાઈ રહેશે. વ્યાપારી પ્રવૃત્તિઓ પર ભાર રાખી શકો છો સાથે જ વ્યવસાયિક યાત્રા થાય તેવી પણ શક્યતા છે. આર્થિક બાબતો તમારી તરફેણમાં આવશે. પરંપરાગત કાર્યોમાં આજનો દિવસ અસરકારક રહેશે. બિઝનેસમાં ગતિ આવશે જેના કારણે તમને મળતા લાભમાં વધારો થશે.
ઉપાયઃ હનુમાનજીને શ્રીફળ અર્પણ કરો.
કર્ક રાશિ: આજના દિવસે પરંપરાગત કાર્યોને પ્રોત્સાહન મળશે આ સાથે જ તમને આકર્ષક ઓફરો પણ મળશે. તમારા કનેક્શનને સાચવવા પર ભાર મૂકો. જો બેંકનું કામ અટકી રહ્યું હોય તે આજે પૂર્ણ થશે. વ્યવસાયિક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો અને તમારી કાર્યક્ષમતા પણ મજબૂત થશે. આર્થિક વાણિજ્યિક પ્રયાસો તરફેણમાં થશે.
ઉપાયઃ માઁ દુર્ગાને લાલ ચુંદડી અર્પણ કરો.
કન્યા રાશિ: આજે તમે રોકાણ અને વિસ્તરણના કાર્યો સાથે સંકળાયેલા રહેશો. વેપારીઓનો વિશ્વાસ જાળવી રાખવો જરૂરી રહેશે. જો દૂરના દેશમાં કોઈ બાબત હોય તો તેની પતાવટ થઈ શકે છે. વિવિધ બાબતોમાં તકેદારી રાખવાની જરૂર છે. આજે વ્યવસ્થા અને શિસ્ત જાળવશે. આર્થિક બાબતોમાં વ્યસ્તતા વધશે જો કે તમારે ધીરજ રાખવાની જરૂર છએ.
ઉપાયઃ કેળાના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવો.
તુલા રાશિ: ઉદ્યોગ-વેપાર સંબંધિત બાબતોમાં ઇચ્છિત પરિણામ મળશે કારણ કે હવે તમારો લાભદાયક સમય આવી રહ્યો છે. વ્યાવસાયિકો સાથે સહયોગ રહેશે. તમારી પ્રતિભામાં સુધારો થશે. વ્યાવસાયિકોને નોંધપાત્ર પરિણામો મળશે જેના કારણે સફળતાથી તમે ઉત્સાહિત રહેશો. મોટું વિચારશો આર્થિક બાજુ સારી રહેશે.
ઉપાયઃ વહેલા ઉઠીને સૂર્યને જળ અર્પણ કરો.
વૃશ્ચિક રાશિ: આજે તમે તમારી વ્યાવસાયિક યોજનાઓને ઝડપી બનાવી શકો છો. મહત્વની વાતચીતમાં સફળતા મળશે સાથે જ સિદ્ધિઓમાં વધારો થશે. ધારેલા કાર્યોમાં વ્યવસ્થિત રીતે આગળ વધશો. માન-સન્માનમાં વૃદ્ધિ થશે અને કામકાજની સુવિધામાં વધારો થશે. સહયોગીઓ સાથે સ્પર્ધાની ભાવના વધશે. લાભ અને વિસ્તરણ માટેના પ્રયત્નોમાં સુધારો થશે.
ઉપાયઃ મા લક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરો.
ધન રાશિ: નોકરી ધંધામાં સારું પ્રદર્શન જાળવી રાખશો. અગાઉ લીધેલા સંકલ્પો પૂરા કરી શકશો. ધન સંજોગોમાં વધારો થશે અને આત્મવિશ્વાસ અડગ અને ઉચ્ચ રહેશે. પેન્ડિંગ મામલાઓને વેગ મળશે અને પતાવટ થઈ શકશે. નવી શરૂઆત કરી શકો છો. કાર્યોમાં ગતિ જાળવી રાખો. કાર્યક્ષેત્રમાં ગતિવિધિ વધશે. ઉપાયઃ કાળા કૂતરાને ઈમરતી ખવડાવો.
કુંભ રાશિ: કાર્યસ્થળ પર ધીરજથી કામ લેવું જરૂરી છે. સંગઠિત પ્રયાસો અસરકારક રહેશે. આજે તમે નફાની ટકાવારીમાં સુધારો કરી શકશો સાથે જ નોકરી અને વ્યવસાય માટે આજનો દિવસ સારો રહેશે. આર્થિક વિષયોમાં રસ વધશે. મોટા પ્રયત્નોનો માર્ગ ખુલશે. ઉદ્યોગો ધંધામાં લાભ થવાની શક્યતા જળવાઈ રહેશે. અન્યોની અપેક્ષાઓ પર ખરા ઉતરશો.
ઉપાય: કીડીઓ માટે ખાંડ મિશ્રિત લોટ ઉમેરો.