મેષ
તમારા વ્યવસાયમાં સરળતા જાળવો. તમારે તમારા ઓફિસના કામમાં ઝડપ લાવવાની જરૂર છે. તમારું સર્જનાત્મક કાર્ય તમને નફો અપાવી શકશે. તમારા દરેક કાર્યમાં તમને અનુકૂળતા રહેશે. તમે વ્યવસાયિક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. સહકર્મીઓ સાથે કોર્ડીનેશન વધશે, જે તમારી કારકિર્દી માટે ફાયદાકારક રહેશે.
ઉપાયઃ ભગવાન શિવને જળ અર્પણ કરો.
ધન
ઓફિસમાં તમે સમજદારી અને નમ્રતાથી કામ પાર પડી શકશો. સંજોગો પર નિયંત્રણ જાળવી શકશો. નોકરી ધંધો સામાન્ય રહેશે. વધારાની યોજનાઓ પર ફોકસ રાખી શકશો. સંશોધન કાર્યમાં રસ પેદા થશે. તમારી કંપનીના વિકાસ માટે નિષ્ણાંતોની સલાહ હેઠળ યોજનાઓ બનાવો. સલાહકારો સાથે સંપર્કમાં રહો.
ઉપાયઃ કાળા કૂતરાને કંઈક મીઠી વસ્તુ આપો.
કુંભ
તમારી યોજનાઓને આગળ ધપાવી શકશો. સમયનું મેનેજમેન્ટ કરવા પર ધ્યાન રાખશો. લોભ કે લાલચથી પોતાને બચાવીને રાખશો. આર્થિક બાબતો પર નિયંત્રણ વધશે. નોકરી ધંધામાં જાગૃતિ વધશે. કામકાજના મામલામાં ધીરજ બતાવશો. અજાણ્યાઓ પર સરળતાથી વિશ્વાસ ન કરો. વિશ્વાસ કરતા પહેલાં સાવધાન રહો.
ઉપાયઃ કોઈ ગરીબ વ્યક્તિને સફેદ વસ્તુનું દાન કરો.
મીન
ઓફિસના કાર્યોમાં ઝડપથી ટાર્ગેટ પૂરો કરી શકશો. આજે તમને કરિયરની તકો મળશે. ચોક્કસથી આગળ વધશો, જે તમને વિજયનો અહેસાસ કરાવશે. નોકરી ધંધામાં સારું કામ થશે. આજે તમે તમારા વ્યવસાયમાં ખુબ જ સારા સોદા કરી શકશો, જે તમારી કારકિર્દીને પ્રોત્સાહન આપશે.
ઉપાયઃ દુર્ગા મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો