Home » photogallery » dharm-bhakti » Money Mantra 29 March: મીન રાશિના લોકોને ભાગીદારીમાં મળી શકે છે લાભ, જાણો કેવો રહેશે આપનો દિવસ

Money Mantra 29 March: મીન રાશિના લોકોને ભાગીદારીમાં મળી શકે છે લાભ, જાણો કેવો રહેશે આપનો દિવસ

Money Mantra 29 march: તમામ રાશિના જાતકો માટે આર્થિક, ધંધા-નોકરીની દ્રષ્ટિએ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે આર્થિક રીતે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે શુભ રહેશે જાણો. અને જાણો ઉપાય

 • 112

  Money Mantra 29 March: મીન રાશિના લોકોને ભાગીદારીમાં મળી શકે છે લાભ, જાણો કેવો રહેશે આપનો દિવસ

  મેષ: આજના દિવસે ખાસ કરીને જે નોકરી કરતા હોય તેવા લોકોએ પોતાના કામ પ્રત્યે કોઈપણ પ્રકારની બેદરકારી દાખવી ન જોઈએ. વ્યવસાયિક રીતે આજનો દિવસ યોગ્ય છે. કેટલીકવાર તમારે અમુક સમસ્યાઓનો સામનો કરવો પડશે, પરંતુ તમે સમજદારીપૂર્વક સમસ્યાઓનો ઉકેલ લાવી શકશો અને વ્યવસાયિક રીતે દિવસ યોગ્ય રહેશે. ઉપાય: હનુમાન ચાલીસાનો પાઠ કરો

  MORE
  GALLERIES

 • 212

  Money Mantra 29 March: મીન રાશિના લોકોને ભાગીદારીમાં મળી શકે છે લાભ, જાણો કેવો રહેશે આપનો દિવસ

  વૃષભ: જો આજે કાર્ય સંબંધિત કોઈપણ યાત્રા થાય છે, તો આ યાત્રા તમારા ઉજ્જવળ ભવિષ્ય માટેના દરવાજા ખોલી શકે છે. આ સમયે તમને કેટલીક નવી અચિવમેન્ટ અથવા સિદ્ધિઓ મળે તેવી પ્રબળ શક્યતાઓ છે. જો કે તમને તમને મળનારા લાભનો માર્ગ અને તેની ગતિ થોડી ધીમી રહેશે. નોકરી કરતા લોકોએ તેમના ઓફિસના કામ પર વધુ ધ્યાન આપવું જોઈએ, કારણ કે આવું કરવાથી તેમની ભવિષ્યમાં પ્રગતિ થવાની પ્રબળ સંભાવના છે. ઉપાય- ભગવાન ગણેશની પૂજા કરો.

  MORE
  GALLERIES

 • 312

  Money Mantra 29 March: મીન રાશિના લોકોને ભાગીદારીમાં મળી શકે છે લાભ, જાણો કેવો રહેશે આપનો દિવસ

  મિથુન: વ્યવસાયમાં આજે સ્થાન પરિવર્તન થવાની શક્યતા છે. ટેક્સ અને લોન જેવી બાબતોમાં તમે ગૂંચવાઈ શકો છો અથવા આવી કોઈપણ અન્ય બાબતોને લઈને પણ ગૂંચવણો ઊભી થઈ શકે છે, એટલા માટે જો શક્ય હોય તો આજના દિવસમાં આ પ્રકારના કાર્યો કરવાના ટાળો. ઓફિસમાં બોસ અને ઉચ્ચ અધિકારીઓ સાથેના તમારા સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે. ઉપાય- ભગવાન સૂર્યનારાયણેને જળ અર્પણ કરો.

  MORE
  GALLERIES

 • 412

  Money Mantra 29 March: મીન રાશિના લોકોને ભાગીદારીમાં મળી શકે છે લાભ, જાણો કેવો રહેશે આપનો દિવસ

  કર્ક: આ સમયે વેપાર વધારવા માટે તમારા દ્વારા કરવામાં આવેલો જનસંપર્ક ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આજના દિવસ દરમિયાન મીડિયા અને ફોન દ્વારા કેટલાક મહત્વપૂર્ણ કરારો મેળવી શકાય છે, આ સિવાય તમને નોકરીમાં પણ પ્રમોશન મળવાની તકો છે, તેથી આજે તમારા કામ પ્રત્યે ખાસ સમર્પિત રહેવાની જરૂર છે. ઉપાય- શિવ ચાલીસાનો પાઠ કરો

  MORE
  GALLERIES

 • 512

  Money Mantra 29 March: મીન રાશિના લોકોને ભાગીદારીમાં મળી શકે છે લાભ, જાણો કેવો રહેશે આપનો દિવસ

  સિંહ: તમારે આ સમયે તમારી વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે, જો તમે સહેજ પણ બેદરકારી દાખવશો તો તેના કારણે કોઈને કોઈ નુકસાનની સ્થિતિ સર્જાઈ શકે છે, તેથી સચેત રહો. કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખો. ઓફિસમાં તમારી ઈમેજ અને પ્રતિષ્ઠામાં આજે વધારો થશે અને તમને કોઈ મહત્વપૂર્ણ સત્તા પણ મળી શકે છે. ઉપાય- અનાથાશ્રમમાં ભોજનનું દાન કરો

  MORE
  GALLERIES

 • 612

  Money Mantra 29 March: મીન રાશિના લોકોને ભાગીદારીમાં મળી શકે છે લાભ, જાણો કેવો રહેશે આપનો દિવસ

  કન્યા: ધંધાકીય કાર્યમાં આજે ગતિ થોડી ધીમી રહેશે. આ સાથે જ હાલન સમયમાં તમારે તમારા કામની ગુણવત્તા સુધારવાની ખૂબ જરૂર છે. નોકરી કરતા લોકોએ એ બાબત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે તમારા દ્વારા કરવામાં આવેલું કોઈ પણ ખોટું કામ તમારા ઉચ્ચ અધિકારીઓને નારાજગી તરફ લઈ જઈ શકે છે. ઉપાય- વહેતા પાણીમાં શ્રીફળ પ્રવાહિત કરો.

  MORE
  GALLERIES

 • 712

  Money Mantra 29 March: મીન રાશિના લોકોને ભાગીદારીમાં મળી શકે છે લાભ, જાણો કેવો રહેશે આપનો દિવસ

  તુલા: છેલ્લા થોડાં સમયથી ચાલી રહેલા જીવનના ઉતાર-ચઢાવમાં હવે સ્થિરતા આવતી જોવા મળશે. જો નોકરીયાત લોકોને નોકરી બદલવા વિશે વિચાર કરી રહ્યાં હોય તો આ લોકોને આ સંબંધિત કોઈ તક મળી શકે છે. જો આવી કોઈ તક મળે તો તેને તરત જ ઝડપી લેવી જોઈએ. વ્યવસાયના સ્થળે કામ પ્રત્યે સહકર્મીઓનું સંપૂર્ણ સમર્પણ રહેશે અને તમારું વર્ચસ્વ પણ જળવાઈ રહેશે. ઉપાય- કાર્યસ્થળ પર ભગવાન શ્રીગણેશની પૂજા કરો.

  MORE
  GALLERIES

 • 812

  Money Mantra 29 March: મીન રાશિના લોકોને ભાગીદારીમાં મળી શકે છે લાભ, જાણો કેવો રહેશે આપનો દિવસ

  વૃશ્ચિક: આજે તમારા કાર્યક્ષેત્રમાં કાર્ય અને તેને સંબંધિત પ્રવૃત્તિઓની ગતિવિધિઓ થોડી ધીમી રહેશે. આજનો દિવસ પેમેન્ટ કલેક્શન કરવામાં અને અને માર્કેટિંગ સંબંધિત કાર્યો કરવામાં પસાર કરવો વધુ સારો રહેશે, આવું કરવાથી આજે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે. નોકરી કરતા લોકોને કેટલાક ફેરફારો થવા સંબંધિત માહિતી મળી શેકે છે. ઉપાય- પૂજા કરી એક શ્રીયંત્ર પોતાની પાસે રાખો.

  MORE
  GALLERIES

 • 912

  Money Mantra 29 March: મીન રાશિના લોકોને ભાગીદારીમાં મળી શકે છે લાભ, જાણો કેવો રહેશે આપનો દિવસ

  ધન: તમારા ધંધામાં અત્યારે તમારે વધારે નફાની આશા ન રાખવી. પારિવારિક પ્રતિબદ્ધતાઓને કારણે કામ પર વધુ સમય વિતાવી શકશો નહીં, જેની સીધી અસર તમારી નફાકારતા પર જોવા મળી શકે છે. નોકરિયાત લોકોને તેમના લક્ષ્ય પૂર્ણ કરવામાં સફળતા મળશે. ઉપાય- ગુરુનો આદર કરો.

  MORE
  GALLERIES

 • 1012

  Money Mantra 29 March: મીન રાશિના લોકોને ભાગીદારીમાં મળી શકે છે લાભ, જાણો કેવો રહેશે આપનો દિવસ

  મકર: આજે તમારી વ્યવસાયિક પ્રવૃત્તિઓ સામાન્ય રહેશે. તમારું મોટા ભાગનું કામ ફોનથી જ થઈ જશે. આ સિવાય હાલ શેર અને શેરબજારથી સંબંધિત વ્યવસાયમાં નફો થવાની શક્યતાઓ છે. નોકરી કરતા લોકોએ પણ પોતાના ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધો જાળવી રાખવા જરૂરી છે. ઉપાય- પર્સમાં ચાંદીનો સિક્કો રાખો.

  MORE
  GALLERIES

 • 1112

  Money Mantra 29 March: મીન રાશિના લોકોને ભાગીદારીમાં મળી શકે છે લાભ, જાણો કેવો રહેશે આપનો દિવસ

  કુંભ: નોકરી કરતા લોકોએ ઓફિસ પોલિસીમાં કેટલાક ફેરફારો લાવવાની જરૂર છે. આજે તમારું સંપૂર્ણ ધ્યાન માર્કેટિંગ અને તંમારા કામના પ્રમોશનમાં લગાવો. ચોક્કસ વ્યૂહરચના સાથે કામ કરવાથી તમારી સફળતાની તકોમાં વધારો થઈ શકે છે. બિઝનેસ એક્સ્પાન્શન વિશેની યોજનાઓ અને બાબતોને ગંભીરતાથી લો. ઉપાય- નાની છોકરીઓને મીઠાઈઓ આપો.

  MORE
  GALLERIES

 • 1212

  Money Mantra 29 March: મીન રાશિના લોકોને ભાગીદારીમાં મળી શકે છે લાભ, જાણો કેવો રહેશે આપનો દિવસ

  મીન: ભાગીદારી સંબંધિત કાર્યમાં આજે લાભની સ્થિતિ સર્જાય છે, તેથી કોઈપણ કાર્ય દરમ્યાન તમે તમારા જીવસાથીની મદદ લઈ શકો છો અથવા તેમને કાર્યમાં સામેલ કરી શકો છો. આવું કરવું તમારા માટે લાભદાયક રહેશે. માર્કેટિંગ સંબંધિત કાર્યોને સાચવવા આજે સારા રહેશે. નોકરીમાં તમારી સામે નાની-નાની સમસ્યાઓ આવશે, પરંતુ તમે સમજણ અને શાણપણથી તેનો ઉકેલ લાવી શકશો. ઉપાય- કૃષ્ણ મંદિરમાં વાંસળી અર્પણ કરો.

  MORE
  GALLERIES