વૃષભ (Taurus): બિઝનેસમાં કોઈ વિશેષ કાર્ય માટે બનાવવામાં આવેલ યોજનાઓ અમલમાં આવશે. તમારી ફાઈલ અને દસ્તાવેજને સુરક્ષિતરૂપે મુકો. કોઈપણ વ્યક્તિ આ દસ્તાવેજનો ખોટો ઉપયોગ કરી શકે છે. અધિકૃત યાત્રાનો પ્રોગ્રામ બનશે, જે તમારા પ્રમોશનમાં મદદરૂપ સાબિત થશે. ઉપાય: ભગવાન ગણેશની પૂજા કરો અને આસપાસ લીલી વસ્તુઓ રાખો.
કર્ક (Cancer): બિઝનેસ કોન્ટેક્ટ સાથે સંપર્કમાં રહો. આજે તમને કોઈ નવો ઓર્ડર મળી શકે છે અથવા ડીલ ફાઈનલ થઈ શકે છે. કોઈ મહત્ત્વપૂર્ણ યોજના અન્ય વ્યક્તિ સાથે શેર ન કરશો. અન્ય વ્યક્તિ સાથે આ અંગે માહિતી શેર કરવાથી તમારા માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. ઓફિસમાં તમારી સાથે કામ કરતા કર્મચારીઓ સાથે સારો સમય પસાર થઈ શકશે. ઉપાય: ગરીબ વ્યક્તિઓને લાલ ફળનું દાન કરો.
કન્યા (Virgo): બિઝનેસ એક્ટિવિટી કરવામાં ખૂબ જ મહેનત કરવી પડશે. આવનારા ભવિષ્યમાં તમને સારા અને યોગ્ય પરિણામ મળશે. મિડીયા, કમ્પ્યૂટર સાથે જોડાયેલ બિઝનેસમાં નવી તક પ્રાપ્ત થશે. ટેક્સ સંબંધિત કાર્યમાં મુશ્કેલી આવી શકે છે. ઉપાય: તમારો બિઝનેસ સારો ચાલશે, બ્લ્યૂ વસ્તુનું દાન કરો, જેનાથી તમને લાભ થશે.
તુલા (Libra): બિઝનેસ કરવામાં કેટલાક પડકાર અને મુશ્કેલીઓ આવશે. એક બાદ એક અનેક મુશ્કેલીઓ આવશે. ધીરે ધીરે તમને આ મુશ્કેલીઓનું નિવારણ પણ મળી જશે. જો તમે બિઝનેસ વિસ્તારિત કરવા માટેની યોજના બનાવી રહ્યા છો, તો તાત્કાલિક તે યોજનાને અમલમાં મુકો. કારણ કે, તમામ પરિસ્થિતિ તમારા ફેવરમાં છે. ઉપાય: ભગવાન શનિદેવના શરણમાં રહો.
મકર (Capricorn): વીમા, પોલિસી તથા અન્ય બિઝનેસમાં નફો થવાની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. વધુ પડતી કોમ્પેટીશનને કારણે તણાવની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. તમારી સૂઝબૂઝના કારણે તમને નિવારણ પણ મળશે. સરકારી નોકરી કરતા લોકોની ભૂલની કારણે ઉચ્ચ અધિકારીઓએ ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. ઉપાય: ભગવાન મહાકાળીની પૂજા કરો.
મીન (Pisces): બિઝનેસ એક્ટિવિટીમાં કોઈપણ પ્રકારનું ઉધાર આપશો નહીં અને ઉધાર લેશો નહીં. પ્રોપર્ટી સંબંધિત કાર્યમાં સૌથી સારી ડીલ ફાઈનલ થશે. ઓફિસમાં એક નાની અમથી ભૂલના કારણે તમને નુકસાન થઈ શકે છે. આ કારણોસર ઉચ્ચ અધિકારીઓ તરફથી ગેરવર્તણૂંક થશે, જેથી સાવધાન રહો. ઉપાય: તમારી આસપાસ પીળા કલરની વસ્તુ રાખો.