મેષ : આજે તમારે ધન પ્રાપ્તિ માટે પ્રયત્નો વધારવા પડશે. જોકે થોડી મહેનતથી જ આવકના અન્ય માર્ગો ખુલશે. કાર્યસ્થળ પર તમને સન્માન પણ મળશે અને કામકાજમાં આવતા અવરોધો દૂર થશે. શિક્ષણ ક્ષેત્રે સફળતા મળશે. જોકે આજે તમારા પારિવારિક જીવનના ખર્ચમાં વધારો થઈ શકે છે.
ઉપાયઃ ગરીબ વ્યક્તિને લાલ ફળ દાન કરો.
વૃષભ : પૈસા સાથે જોડાયેલા વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી છે, જો આમ નહીં કરો તો મોટું નુકસાન થવાની સંભાવના છે. ઓફિસમાં સહકર્મીઓ સાથે સંબંધો બગડી શકે છે, તેથી સાવધાની રાખો. આર્થિક ખર્ચ વધવાથી ચિંતા થઈ શકે છે. સ્વાસ્થ્યના મામલામાં બેદરકારી ન રાખો. કોઈની સાથે વાદ-વિવાદ કરવાનું ટાળો. વિવાહિત જીવનમાં સંબંધો મધુર બનશે.
ઉપાયઃ ગરીબ વ્યક્તિને ભોજન દાન કરો.
મિથુન : લાંબા સમયથી અટવાયેલા કામો આજે પૂરા થઈ જશે, જેના કારણે નાણાંકીય લાભ થવાની સંભાવના રહેશે. તમારા મનમાં આવતા નકારાત્મક વિચારોને દૂર કરો. લાંબા અંતરની મુસાફરી કરવાનું આજના દિવસ માટે ટાળો. પારિવારિક જીવનમાં સંઘર્ષ કરવો પડી શકે છે. રોકાણ કરતા પહેલાં તમામ પાસાઓ બરાબર તપાસો પછી નિર્ણય કરો.
ઉપાયઃ ભગવાન શિવને જળ અર્પણ કરો.
કર્ક : આર્થિક રીતે આજનો દિવસ તમારી માટે સારો સાબિત થઈ શકે છે. પરિવાર સંબંધિત કામકાજ પણ આજે પૂર્ણ થશે. કાર્યસ્થળ પર અહંકાર દર્શાવવાનું ટાળો અને વિનમ્ર બનો. ધાર્મિક કાર્યોમાં તમારો રસ વધશે. પ્રવાસની શક્યતાઓ બની રહી છે, જેના કારણે તમને આર્થિક લાભ થવાની પણ સંભાવના રહેશે.
ઉપાયઃ હનુમાનજીની આરતી કરો.
સિંહ : તમને ક્યાંક દૂરથી સારા સમાચાર મળી શકે છે. સંબંધીઓ સાથે મતભેદ થવાની શક્યતા દેખાય છે. સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. લવ લાઈફમાં નવી ખુશી મળી શકે છે. જો કે અચાનક ખર્ચ વધી જવાને કારણે તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે, જોના પગલે તમારે ઉધાર લેવાની પણ જરૂર પડી શકે છે.
ઉપાયઃ હનુમાન ચાલીસાનો પાઠ કરો.
કન્યા : સુવિધાઓ પર ખર્ચનું પ્રમાણ વધશે જેના કારણે તમારે ઉધાર પણ લેવું પડી શકે છે. અજાણ્યા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. આ સાથે આજે તમારા અધૂરા કામો પૂરા થશે. તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું પડશે. કાર્યસ્થળ પર સિનિયરો તરફથી તમને લાભ પ્રાપ્ત થશે. પ્રેમ સંબંધો પર વિશેષ ધ્યાન આપવું પડશે.
ઉપાયઃ ગાયને રોટલી ખવડાવો.
વૃશ્ચિક : તમને તમારા કરિયરમાં ઉન્નતિની તકો મળશે. આ સમય તમારું કૌશલ્ય વધારવાનો સમય છે. ધાર્મિક કાર્યમાં વ્યસ્ત રહેશો સાથે જ તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આજે કરેલા પ્રયત્નો ભવિષ્યમાં સુખદ પરિણામ આપશે. કાર્યસ્થળ પર સહકર્મીઓની સલાહ લઈને કામ કરશો તો લાભ થશે.
ઉપાયઃ કોઈ ગરીબ વ્યક્તિને લાલ ફળ દાન કરો