મિથુન (Gemini)
ઓફિસમાં વાતાવરણ ખૂબ જ સારું રહેશે. તમારે જરૂરી કાર્યોમાં વાર ન લગાડવી જોઈએ. તમે બનાવેલી યોજનાના અમલીકરણથી તમને બિઝનેસમાં તમામ પ્રકારે લાભ થશે. તમને રોકાણ કરવાની સારી તક મળશે. અજાણ્યા લોકોથી દૂર રહો અને અફવાઓથી બિલ્કુલ પણ ન ગભરાવું જોઈએ.
ઉપાયઃ વિકલાંગ વ્યક્તિની સેવા કરો.
કર્ક (Cancer)
કોમર્શિયલ કામ કરતા સમયે લાગણીશીલ સ્વભાવ ન રાખવો જોઈએ અને બેદરકારી બિલ્કુલ પણ ન દાખવવી જોઈએ. તમારા બિઝનેસમાં સકારાત્મક વૃદ્ધિ જોવા મળશે. ઓફિસમાં તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. આજે તમને તમારા સ્ટાર્ટઅપ માટે અનેક નવા આઈડિયા મળશે, જેના કારણે તમને અપાર સફળતા મળશે. બિઝનેસમાં આજે કામનો બોજ રહેશે.
ઉપાયઃ કાળા શ્વાનને તેલથી બનેલ રોટલી ખવડાવો.
સિંહ (Leo)
ઓફિસમાં તમે આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળશો. કોઈપણ પ્રકારની અફવાઓમાં ન ઘેરાવું જોઈએ. આજે તમને લાભ થશે અને વેપારમાં એક મોટુ લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો. ઓફિસમાં તમારી ઉપલબ્ધિઓમાં વધારો થશે. ઓફિસમાં વર્ક ફેસિલિટીમાં વધારો થાય તેવું જણાઈ રહ્યું છે.
ઉપાયઃ દેવી લક્ષ્મીને કમળના ફૂલ અર્પણ કરો.
ધન (Sagittarius)
ઓફિસમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધશો અને પૂરા મનથી કામ કરશો. ભવિષ્ય માટે જે પણ યોજનાઓ બનાવી છે, તેના ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત થશે. નોકરીમાં આકર્ષક પ્રસ્તાવ મળશે. તમને જીવનમાં અનેક નવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત થશે. બિઝનેસમાં પ્રોગ્રેસ થશે તેવું જણાઈ રહ્યું છે.
ઉપાયઃ દેવી દુર્ગાને લાલ ચુંદડી અર્પણ કરો.
કુંભ (Aquarius)
કરિઅર સંબંધિત નિર્ણય લેતા પહેલા ઉચ્ચ અધિકારીઓ પાસેથી સલાહ અચૂકથી લેવી જોઈએ. અન્ય લોકોને ઉધાર આપવાથી તમારા પૈસા અટવાઈ શકે છે, આ કારણોસર પૈસા ઉધાર ના આપવા તે જ યોગ્ય રહેશે. રોકાણના નામ છેતરપિંડી થઈ શકે છે. જે પણ જરૂરી કાર્ય છે તે સમયસર પૂર્ણ કરી લેવા જોઈએ.
ઉપાયઃ ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરો.
મીન (Pisces)
બિઝનેસ ક્ષેત્રે તમારું કરિઅર કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર આગળ વધશે. આજે તમને વેપાર સંબંધિત સારા સમાચાર મળી શકે છે. તમે તમારા બિઝનેસ માટે જે પણ ગોલ નક્કી કર્યા છે, તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. તમે વેપારમાં જે પણ પરિણામ ધાર્યા છે, તમને તેના કરતા પણ સારું પરિણામ પ્રાપ્ત થશે. વેપાર મામલે નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
ઉપાયઃ ગાયત્રી મંત્રનો 108 વાર જાપ કરો.