મેષ : આજે કોઈપણ મહત્વપૂર્ણ કાર્ય શરૂ કરતા પહેલા તમારા પ્રિયજનોની સલાહ લો. જો કે આજના દિવસમાં તમારે કોઈપણ વ્યક્તિ પર વધારે વિશ્વાસ ન રાખવો, જો આમ કરવામાં આવે તો તમને મુક્શાન થઈ શકે છે. વ્યવસાયિક ક્રિયાપ્રતિક્રિયાઓમાં પારદર્શિતા જાળવવી લાંબા ગાળે તમારા માટે વધુ સારું રહેશે. તમારા સ્વાસ્થ્યનુ ઘ્યાન રાખવા અંગે કંજૂસાઈ ન કરો.
ઉપાયઃ મા દુર્ગાને ક્રિમસન રંગની ચુંદડી અર્પણ કરો
વૃષભ : તમારા દ્વારા કરવામાં આવતા મોટા પ્રયાસોથી ઔદ્યોગિક વ્યવસાયમાં સુધારો થશે. તમારા પરિવારના સભ્યો અને તમારા ઉપરી અધિકારીઓ સાથે તમારી મુલાકાત થઈ શકે છે. પરિવાર સાથે મળીને તમે કાર્ કરી શકો છો. જમીન પર કરવામાં આવતા નવા બાંધકામથી તમને આર્થિક લાભ થઈ શકે છે. આવકના સ્ત્રોતની સંખ્યામાં વધારો થશે.
ઉપાય - નાની છોકરીઓને ખીર ખવડાવો.
મિથુન : આજે અન્યો સાથે તમારા પરસ્પર સંબંધો સુધરશે. કાર્યસ્થળ પર નેતૃત્વ માટે તમને હવે વધુ તકો મળશે સાથે જ તમારી આર્થિક વૃદ્ધિની સંભાવનાઓમાં પણ વધારો થશે. રોજિંદા જીવનમાં શિસ્ત અને સ્ટાન્ડર્ડ જાળવી રાખો. પરિવારના સભ્યોનો સહયોગ તમને મળશે. પૈસા કમાવવા માટે જરૂરી કામ કરવાનું ચાલુ રાખો.
ઉપાયઃ કેળાના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવો.
કર્ક : જો તમે તમારા વિઝડમ અને ઈનસાઈટથી તમારા કાર્યના વિસ્તરણમાં નિર્ણય લેશો, તો તમે ચોક્કસપણે સપળતા મળી શકે છે. તમારા ખર્ચને નિયંત્રણમાં રાખો, જો આમ ન કરવામાં આવે તો તમારે વધારાના ખર્ચાઓ માટે લોન લેવાની જરૂર પડી શકે છે. બાળકો સાથે શેર કરવા માટે તમારી પાસે સારા સમાચાર આવી શકે છે. આજે તમે ઉત્સાહિત અને ઉર્જાવાન રહેશો. આજે તમારે તમારું ધ્યેય ઉંચુ રાખવાનો પ્રયત્ન કરો.
ઉપાયઃ વહેલા ઉઠો અને સૂર્યને જળ અર્પણ કરો.
કન્યા : આજે ભૌતિક વસ્તુઓ પર તમારું વધુ ધ્યાન રહેશે. જો કે તમારે બાબત ધ્યાનમાં રાખવાની રહેશે કે અતિશય લોભ અને લાલચ તમને દેવાદાર બનાવી શકે છે. કોઈપણ કાર્ય પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરશો તો તમને લાભ થશે. પારિવારિક બાબતોમાં ડિગ્નીટી અને ગોપનીયતા જાળવો.
ઉપાયઃ તેલમાં બનેલી ઈમરતી કાળા કૂતરાને ખવડાવો.
તુલા : તમારો આત્મવિશ્વાસ આજે સર્વોચ્ચ સ્તરે રહેશે. તમને દિવસ દરમ્યાન પરિવારનો સારો સાથ અને સહયોગ મળી રહેશે. દરેક દિશામાંથી સકારાત્મક સમાચાર તમને મળઈ શકે છે જેથી તમે ઉત્સાહિત રહેશો. તમારી ભવ્યતામાં વધારો થશે. પ્રોપર્ટીમાં સુધારો કરાવવા માટે પૈસા ખર્ચ થશે. દરેકની સમાનતા પ્રત્યે જાગૃતિ રાખો.
ઉપાય - શારીરિક રીતે અશક્ત વ્યક્તિની સેવા કરો
વૃશ્ચિક : નવા દ્રષ્ટિકોણથી વસ્તુઓનું અવલોકન કરવાથી તમારી માટે વસ્તુઓ સરળ બનશે. તમારી જીવનશૈલીમાં સુધારો થશે, જો કે તેની માટે તમારે થોડો ખર્ચ ઉઠાવવો પડી શકે છે. આજે તમારી પાસે નોકરીની ઉત્તમ તકો આવી શકે છે. આર્થિક પ્રવૃત્તિમાં વધારો થશે. પ્રિયજનોને વિશેષ પ્રસંગો વિશે જણાવી શકો છો.
ઉપાયઃ કાળા કૂતરાઓને ખવડાવો
મકર : તમારે નીતિ નિયમોનું પાલન કરવાની ખાસ જરૂર છે. આજે તમારા સ્વજનોનું સન્માન થશે સાથે જ તમે કેટલાક મૂલ્યોને પ્રોત્સાહન પણ આપશો અને તમારા પરંપરાગત કાર્યોમાં જોડાશે. યાદ રાખો કે તમા પોતાના લોકોની જ સલાહ લો. તમારી જાતને નાની-નાની લાલચથી દૂર રાખો, નહીંતર તમે આરોપમાં ફસાઈ શકો છો. પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેશે.
ઉપાયઃ માતા-પિતાના આશીર્વાદ લો.
કુંભ : દિવસ તમારી માટે આજે સાનુકૂળ રહેશે સાથે જ કેટલાક અટકેલા મહત્વપૂર્ણ કામ આજે સરળતાથી પૂર્ણ થઈ જશે. પરસ્પર વિશ્વાસની મદદથી પારિવારિક સંબંધોમાં મજબૂતી આવશે અને તમારી આવક પણ સારી રહેશે તેથી ધનલાભની પણ શક્યતાઓ છે. ઝડપી સફળતા મેળવવા માટે અયોગ્ય પ્રવૃત્તિઓ પર ધ્યાન ન આપો.
ઉપાયઃ ગાયને લીલો ચારો ખવડાવો.