મેષ: આજનો દિવસ નવી ઓફિસ શિફ્ટ કરવા અથવા નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા માટે અનુકૂળ નથી, તેથી આજના દિવસે આવું કામ કરવાનુ ટાળો. તમારા રૂટીન વર્કથી જ તમને ધનલાભ થઈ શકે છે. આજે તમને લોન લેવાનું અથવા ઉધાર લેવાનું મન થઈ શકે છે. બિઝનેસ પાર્ટનર અથવા નજીકના સહયોગી સાથે મુશ્કેલી થઈ શકે છે.<br />ઉપાયઃ- ગાયને લીલું ઘાસ અથવા પાલક ખવડાવો.
સિંહ: આજના દિવસે તમારા ઓફિસ અથવા કાર્યક્ષેત્રમાં અધિકારીઓ સાથે અણબનાવ બની શકે છે, જો તમે વેપાર ક્ષેત્રે કામ કરો છો તો અન્ય વેપારીઓ સાથે પણ તમારા સંબંધો બગડી શકે છે તેથી સાવધાન રહેવું. તમારી કાર્ય કુશળતાથી તમે તમારા શત્રુઓ પર વિજય મેળવી શકશો. આજે તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી શકો છો.<br />ઉપાયઃ કાળા કૂતરાને ગળી વસ્તુ ખવડાવો