વૃષભ (Taurus): કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર બિઝનેસનું કાર્ય પૂર્ણ થઈ જશે. તમે જે પણ નિર્ણય લીધો હશે, તેનું પરિણામ સારું આવશે. તમને કોઈ સારી ડીલ મળવાની સંભાવના રહેલી છે. યુવાઓને રોજગાર માટે યોગ્ય તક પ્રાપ્ત થશે. વિદેશ સંબંધિત નોકરી અથવા વેપારમાં લાભ મળવાની સંભાવના રહેલી છે.
ઉપાયઃ ઓફિસમાં તમારી ક્ષમતા સાબિત કરવાની જરૂર છે.
મિથુન (Gemini): આજે શુભ કાર્ય પૂર્ણ થશે, જેના કારણે તમારા મનને શાંતિ મળશે. બિઝનેસ જે પણ કાર્ય અટકેલા છે, તે ઝડપથી પૂર્ણ થશે. વર્તમાન કાર્ય સારી રીતે ચાલશે. બેંકિંગ, વકીલ, CA જેવા પ્રોફેશન માટે હાલનો સમય ખૂબ જ અનુકૂળ છે. તમે ઓફિસની જવાબદારી ખૂબ જ સારી રીતે પૂર્ણ કરી શકશો.
ઉપાયઃ શિવલિંગ પર પાણી ચઢાવો.
કર્ક (Cancer): પ્રોપર્ટી અથવા શેરમાં રોકાણ કરવા માટે હાલનો સમય ખૂબ જ અનુકૂળ છે. બિઝનેસ સંબંધિત કાર્યોની યોજના બનાવવા માટે હાલનો સમય સારો છે. સાહિત્ય અને કલા સાથે જોડાયેલ બિઝનેસમાં સફળતા મળશે. તમને તમારી મહેનતનું ફળ મળશે. વડીલ અને અનુભવી વ્યક્તિઓની સલાહ અને માર્ગદર્શન જરૂરથી મેળવવા જોઈએ.
ઉપાયઃ ભગવાન ગણેશને મોદક ચઢાવો.
તુલા (Libra): લોખંડના કામ સાથે જોડાયેલા લોકો સાવચેત રહો. નોકરીમાં અણધાર્યા પરિણામ મળી શકે છે. કરન્ટ અફેર્સ પર ધ્યાન આપો. ઓફિસમાં પરિસ્થિતિ અનુસાર નિર્ણય લો. આર્થિક પક્ષ સામાન્ય રહેશે, જેથી કોઈપણ પ્રકારની ઉતાવળ ના કરો. બિઝનેસ સામાન્ય રહેશે. વ્યક્તિગત ખર્ચાઓ પર નિયંત્રણ રાખો.
ઉપાયઃ શ્વાનને ભોજન કરાવો.
ધન (Sagittarius): પ્રોફેશનલ રિલેશનશીપમાં માન અને સમ્માન જાળવો. મહત્ત્વપૂર્ણ કાર્ય સમયસર પૂર્ણ કરી લો. આર્થિક મામલાઓમાં સ્પષ્ટતા જાળવો. નોકરિયાત વ્યક્તિઓ સારું પ્રદર્શન કરશે અને ક્ષમતામાં વધારો થશે. ઓફિસમાં અનુશાસન જાળવી રાખો. વેપારમાં સારા પરિણામ મળવાની સંભાવના રહેલી છે.
ઉપાયઃ ભગવાન લક્ષ્મીને ખીરનો ભોગ ચઢાવો.