મેષ: આજના દિવસે તમારા કાર્યસ્થળ અથવા ધંધાના સ્થળે કોઈ કર્મચારી દ્વારા તમને થોડી તકલીફ પડી શકે છે. સાથે જ તેમના દ્વારા તમારા કાર્યોમાં અવરોધ પણ આવી શકે છે. જો કે આ સમસ્યાનો તમે સરળતાથી નિકાલ કરી શકશો. આવું કરવા માટે તમારે ફક્ત તમારા ગુસ્સા અને વધુ પડતા આત્મવિશ્વાસ અને આવેગ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. નોકરીમાં પણ તમારા કામ પ્રત્યેની બેદરકારી ઉચ્ચ અધિકારીઓને નારાજ કરી શકે છે.<br />ઉપાય- પીપળા નીચે દીવો પ્રગટાવો
મિથુન: તમારે તમારા બિઝનેસમાં તમારા ઉત્પાદનની ગુણવત્તા સુધારવાની તાતી જરૂર છે. જો આવું ન થાય અને સ્થિતી જેમની તેમ જ રહે તો આ ભૂલને કારણે, તમારા હાથમાંથી મોટો ઓર્ડર જતો રહે અથવા સારી ડીલ રદ થઈ શકે તેવી પણ શક્યતા છે. સરકારી નોકરી અથવા સેવા કરતા લોકો પર કેટલાક મહત્વપૂર્ણ કામનો બોજ રહી શકે છે.<br />ઉપાય- પીળી વસ્તુઓનું દાન કરો
કર્ક: અન્ય કામકાજમાં તમારી વ્યસ્તતાને કારણે તમારા ધંધામાં ઉદાસીન દાખવશો નહીં. વ્યવસાયમાં નવો કરાર થઈ શકે છે, પરંતુ તેનો સ્વીકાર કરતા પહેલા તે કરારની શરતોને સંપૂર્ણ રીતે જાણી લેવું ખૂબ જ જરૂરી છે. ભાગીદારી સંબંધિત ચાલી રહેલા વિવાદોનો ઉકેલ જલ્દી જ આવશે અને તમારા પાર્ટનર સાથેના તમરા સંબંધો ફરી સારા બનશે.<br />ઉપાય- કીડીઓને લોટ ખવડાવો.
તુલા: દિવસમાં વ્યસ્તતાને કારણે તમે કેટલીક મહત્વની બાબતો પર ધ્યાન આપી શકશો નહીં. જો કે ઘરે રહીને તમે કેટલીક પ્રવૃત્તિઓ કરી શકશો અને અને તેને અમલમાં પણ મૂકી શકશો. સર્જનાત્મક અને મીડિયા સંબંધિત વ્યવસાયમાં નોંધપાત્ર રીતે દિવસ સારો રહેશે. સહકર્મીઓ અને કર્મચારીઓમાં વિશ્વાસ રાખવાથી તેમનો આત્મવિશ્વાસ વધશે.<br />ઉપાય- માઁ સરસ્વતીની પૂજા કરો.