ભાદરવા મહિનાની તેરસનાં દિવસે એટલે કે 11 સપ્ટેમ્બર બુધવારનાં રોજ બુધ ગ્રહનો કન્યા રાશિમાં પ્રવેશ થયો. વહેલી સવારે 4 વાગીને 59 મિનિટે બુધ કન્યા રાશિમાં ગોચર કરવાનું સરૂ કર્યું. અને અહીં તે 14 દિવસો સુધી રહેશે. કાણ કે બુધ ગ્રહનાં ગોચરનો સમય આશરે 14 દિવસ હોય છે. કન્યા રાશિમાં બુધ 29 સપ્ટેમ્બર બપોરે 12 વાગીને 56 મિનિટ સુધી રહેશે. તો આસમયે પહેલેથી જ કન્યા રાશિમાં શુક્ર બિરાજમાન છે. તેથી કન્યા રાશિમાં બુધ અને શુક્રનું મિલન થયું છે. કન્યા રાશિ બુધની પોતાની રાશી છે જે અતિશુભ પ્રભાવ આપે છે. ત્યાં શુક્ર જે નીચભંગ યોગ બનાવે છે પણ સ્વરાશિનાં સ્વામી બુધ અહીં ગોચર કરતાં શુક્ર નીચનો હોવા છતાં તે અશુભ ફળ આપી શકશે નહીં. ત્યારે હવે કન્યા રાશિમાં બુધ અને શુક્રનાં મિલનથી આગામી 14 દિવસ કેવાં રહેશે અને તેનો અન્ય રાશિ પર કેવો પ્રભાવ રહેશે ચાલો તેનાં પર કરીએ એક નજર