વાંચો, જો સપનામાં દેખાય ગણપતી બાપ્પા કે યમરાજ તો શું છે તેનો અર્થ ?
ભક્તોને સંકટથી દૂર રહેવાં સંકેત ઘણી વખત ભગવાન તરફથી મળે છે અને તેઓ તેમને સપનામાં દર્શન આપે છે. ચાલો જાણીએ સપનામાં કયા ભગવાન આવવાનો શો છે અર્થ ?
|
1/ 8
સપનામાં ભગવાનનાં દર્શન ક્યારેય પણ થઇ શકે છે. તમે પૂજા પાઠ કરો કે ન કરો જો આપનું આચરણ અને વ્યવહાર સારો હશે તો પ્રભુ આપ પર અવશ્ય કૃપા કરશે. ભક્તોને સંકટથી દૂર રહેવાં સંકેત ઘણી વખત ભગવાન તરફથી મળે છે અને તેઓ તેમને સપનામાં દર્શન આપે છે. ચાલો જાણીએ સપનામાં કયા ભગવાન આવવાનો શો છે અર્થ ?
2/ 8
જો સપનામાં ગણેશજી આવે તો- જો આપને સપનામાં પ્રથમપુજ્ય ગણપતિનાં દર્શન થાય છે તો તેનો અર્થ છે કે આપનાં અટકેલાં કામ નિર્વિઘ્ન પૂર્ણ થશે, અને પરિવારમાં શુભ કાર્યનું આયોજન થશે. ઘરમાં ખુશીઓ આવશે
3/ 8
માતા દુર્ગાનાં થાય દર્શન- જો આપને સપનામાં માતા દુર્ગાનાં દર્શન થાય છે તો આપનાં તમામ રોગોનો નાશ થાય છે. સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે થતી પીડા દૂર થાય છે.
4/ 8
લક્ષ્મીમાતાનાં દર્શન થાય તો-જો આપને સપનાંમાં માતા લક્ષ્મીનાં દર્શન થાય તો તેનો અર્થ છે કે તમને જીવનમાં ક્યારેય ધનની કમી નહીં આવે. તેથી સવારે ઉઠીને માતાનાં વિગ્રહની સામે દેસી ઘીનો દિવો કરો અને મખાના કે પછી ખીરનો ભોગ ચઢાવવો.
5/ 8
સપનામાં શ્રીરામ દેખાવવા- જો આપને સપનામાં ભગવાન શ્રી રામ કે વિષ્ણુજીનાં દર્શન થાય તો તેનો અર્થ છે કે આફ જે કાર્ય માટે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યાં છો તેમાં તમને સફળતા મળવાની છે.
6/ 8
સપનામાં બજરંગબલીનાં દર્શન થાય તો- તેનો અર્થ છે કે તમારો દૂશ્મનો પર વિજય થવાનોછે.આપ સારા માર્ગ પર આગળ વધી રહ્યાં છો. બજરંગબલીની કૃપા આપ પર બનેલી રહેશે. જોકેઆપનું આચરણ સારુ હોવું જોઇએ.
7/ 8
સપનામાં શિવલિંગની પૂજા કરવી- જો તમે સપનામાં શિવજીની પૂજા કરતાં નજર આવો છો તો આપે સમયસર તે શિવ મંદિરનાં દર્શન કરી લેવા જોઇએ, જેનાં વિચાર તમને આવે છે તેનાંથી આપનું અટકેલુ કામ પૂર્ણ થશે
8/ 8
સપનામાં યમરાજ આવવા- જો આપને સપનામાં યમરાજ આવે છે અને ડરીને આખો ખુલી ગઇ તો ડરવાની જરૂર નથી. સપનાં યમરાજનું આવવું અશુભ નહીં શુભ છે. તેનો અર્થ છે કે આપનાં જીવનમાં આવેલું કોઇ સંકટ ટળી ગયુ છે. જો આપ કે આફનાં પરિવારમાં કોઇ બીમાર છે તો તેનું સ્વાસ્થ્ય સુધરશે.