Angarak Yog 2022 effect: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક નક્કિ સમય સાથે રાશિ બદલે છે.આજે 27 જૂનનાં મંગળ ગોચર (Mangal Gochar 2022) થઇ રહ્યો છે. તે તેની સ્વરાશિ મેષમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલેથી જ છાયા ગ્રહ રાહુ હાજર છે. મંગળનાં પ્રવેશની સાથે જ રાહુ-મંગળની યુતિ (Rahu-Mangal Yuti 2022) અંગારક યોગ બનાવશે. આ યોગ સારો ગણવામાં આવતો નથી. અંગારક યોગની અસર તમામ રાશિઓ પર થશે. તેમાં પણ આ ત્રણ રાશિઓ પર તેની સૌથી વધુ નકારાત્મક અસર જોવા મળશે.
ગ્રહોના સેનાપતિ મંગળનું (Mangal grah) 27 જૂને રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. આ દિવસે મંગળ સવારે 6.00 વાગ્યે મેષ રાશિમાં પ્રવેશ (mangal rashi pravesh) કરશે. જે 10 ઓગસ્ટ 2022 સુધી મેષ રાશિમાં રહેશે. 45 દિવસ સુધી આ અંગારક યોગ રહેસે. મંગળનું આ રાશિ પરિવર્તન એટલા માટે ખાસ છે. કારણ કે આ ગોચરથી મેષ (Mangal gochar) રાશિમાં 37 વર્ષ બાદ અંગકારક યોગ બનવા જઈ રહ્યું છે. આ અંગકારક યોગ અનેક રીતે મુશ્કેલીઓ વધારી સાબિત થઈ શકે છે. આ અશુભ યોગની અસર દેશ-દુનિયા સહિત અનેક જાતકો ઉપર થશે. આ પહેલા માર્ચ 1985માં રાહુ અને મંગળની યુતિથી મેષ રાશિમાં અંગકારક યોગ બન્યો હતો.