મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા રામ મંદિર નિર્માણ અંતર્ગત 22,22,222 રૂપિયા અર્પણ કરાયા
રામ મંદિર નિર્માણ હેતુ નિધિ સમર્પણ કાર્યક્રમ અંતર્ગત મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ૨૨,૨૨,૨૨૨ - અંકે રૂપિયા બાવીસ લાખ બાવીસ હજાર બસો બાવીસ અર્પણ કરાયા છે.


અમદાવાદ : રામ મંદિર નિર્માણ હેતુ નિધિ સમર્પણ કાર્યક્રમ અંતર્ગત મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ૨૨,૨૨,૨૨૨ - અંકે રૂપિયા બાવીસ લાખ બાવીસ હજાર બસો બાવીસ અર્પણ કરાયા છે. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ, મહંત સદ્ગુરુ ભગવત્પ્રિયદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો દ્વારા આર.એસ.એસ.ના સરસંઘચાલક ડો. મોહન ભાગવતની ઉપસ્થિતિમાં અશોકભાઈ રાવલ - વિશ્વ હિન્દુ પરિષદ - ગુજરાત ક્ષેત્રીય મંત્રીને અર્પણ કરવામાં આવ્યા હતો.


ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં નિર્માણ પામનારા ભવ્ય રામ મંદિર માટેની 'નિધિ સમર્પણ અભિયાન' શુક્રવારથી શરૂ થયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સૌથી પહેલા સમર્પણ નિધિ આપ્યું હતું. આ અભિયાનની શરૂઆત થતા 5 લાખ 100 રૂપિયાનું તેમણે દાન કર્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું એક પ્રતિનિધિમંડળ દાન માંગવા તેમની પાસે પહોંચ્યું હતું. ત્યારે હવે ગુજરાતમાં પણ નિધિ સમર્પણ અભિયાન હેઠળ દાનની સરવણી વહેતી થઇ છે.


મહત્વનું છે કે, રામ મંદિર માટે ભંડોળ એકત્ર કરવાની ઝુંબેશ શરૂ થઈ છે. આ અભિયાન અંતર્ગત પાંચ લાખથી વધુ ગામના 12 કરોડથી વધુ પરિવારોનો સંપર્ક કરવામાં આવશે. મંદિર નિર્માણ માટે ભંડોળ ઊભું કરવાનું કામ 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ અભિયાન અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદને રામ મંદિર નિર્માણ માટે લોકોનું સમર્પણ અને સમર્થન મળશે. આ સમય દરમિયાન 10 રૂપિયા, 100, 1000 રૂપિયાના કુપન્સ હશે. તે જ સમયે, 2,000થી વધુ સહકારીઓને એક રસીદ આપવામાં આવશે. આ દાન દ્વારા અયોધ્યામાં શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે.


અમદાવાદ વિશ્વ હિન્દુ પરિષદ - ડો. હેડગેવાર ભુવન, કર્ણાવતીના કાર્યાલય ખાતે યોજાયેલા નિધિ સમર્પણ સમારોહમાં મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ શ્રી રામ મંદિર નિધિ સમર્પણ સમિતિમાં નિધિ અર્પણ કરીને દાતાઓને ઉદાર હાથે દાન કરવા અપીલ કરી હતી.


અયોધ્યા ખાતે ભવ્ય રામમંદિરનું નિર્માણ થઇ રહ્યું છે, ત્યારે આ રામ મંદિરના નિર્માણમાં તમામ દેશવાસીઓ પોતાનું યોગદાન આપે તેવા આશયથી શ્રી રામ મંદિર નિધિ સમર્પણ સમિતિ અમદાવાદ જિલ્લા દ્વારા ફંડ એકત્ર કરવાની કામગીરીનો પ્રારંભ થયો છે. આ માટે અમદાવાદના વિસ્તારમાં આવેલ ડૉ. હેડગેવાર ભવન ખાતે નિધિ સમર્પણ કાર્યક્રમ પણ યોજાયો હતો. અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થળે ભવ્ય રામમંદિરનું નિર્માણ થવાનું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અનેક સંતો-મહંતોની ઉપસ્થિતિમાં મંદિરનો શિલાન્યાસ કરાયો હતો, ત્યારે ભવ્ય મંદિરના નિર્માણમાં દેશના તમામ લોકો પોતાનું યોગદાન આપે તે આશયથી રામ મંદિર નિધિ સમર્પણ સમિતિ દ્વારા ફંડ એકત્રિત કરવાનું આયોજન હાથ ધરાયું છે.


જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ સહિતની અનેક ધાર્મિક સંસ્થાઓ દ્વારા આ ભગીરથ કાર્યનો પ્રારંભ થયો છે. જેમાં ડો. હેડગેવાર ભુવન, કર્ણાવતી ખાતે આજરોજ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતો મહંત સદગુરુ ભગવત્પ્રિયદાસજી સ્વામી, ગુરુપ્રિયદાસજી સ્વામી તથા આર.એસ.એસના રૂપેશભાઈ પંડ્યા, વિશ્વ હિન્દુ પરિષદ - મણિનગર જિલ્લા અભિયાન પ્રમુખ; શ્યામભાઈ જાલન - મણિનગર જિલ્લા અભિયાન વાલી વગેરેની ઉપસ્થિતિમાં આ કાર્યનો પ્રારંભ થયો હતો. અનેક શ્રેષ્ઠીઓએ નિધિ સમર્પણ ફંડમાં ધન રાશિ સમર્પણ કરી હતી.