મિથુન (Gemini): મંગળનું રાશિ પરિવર્તન મિથુન રાશિથી આઠમા ભાવમાં થવા જઈ રહ્યું છે. આ રાશિના જાતકોએ પૈસાની બાબતમાં ખૂબ કાળજી રાખવાની જરૂર છે. કોઇપણ જગ્યાએ રોકાણ કરવાનું ટાળો, તેનાથી નુકસાન થઈ શકે છે. ઉધાર લેવાથી પણ બચો. કાયદાકીય વિવાદમાં ફસાઈ જવાની સંભાવના છે, તેથી કોઈની સાથે બહુ દલીલબાજી ન કરો. કોઈપણ પ્રકારના વાદ-વિવાદથી દૂર રહો. માનસિક તણાવ વધી શકે છે.
કર્ક (Cancer): કર્ક રાશિમાંથી મંગળનું ગોચર સાતમા ભાવમાં થવા જઈ રહ્યું છે. એવામાં દાંપત્ય જીવનમાં ઉથલપાથલની સ્થિતિ સર્જાઈ શકે છે. જીવનસાથી સાથે મતભેદ થવાની સંભાવના છે. દલીલો અને ઝઘડા તમારા સંબંધોમાં કડવાશ લાવવાનું કામ કરશે, તેથી આ પરિસ્થિતિને ટાળવાનો પ્રયાસ કરો. સ્વાસ્થ્ય બગડી શકે છે. ધનહાનિ પણ થઈ શકે છે.