ભારતમાં લગભગ દરેક વ્યક્તિ જ્યોતિષ શાસ્ત્રમાં (Astrology) માને છે. ગ્રહોની ગતિ અને સ્થિતિ ગમે તે માણસની દિશા અને દશા ફેરવી શકે છે. આ સાથે ગ્રહોની રાશિ બદલવાની પ્રક્રિયા તો અનેક ઉથલપાથાલ સર્જે છે. જ્યોતિષ શાસ્ત્રના ગ્રહોનો સેનાપતિ મંગળ 27 જૂને મેષ રાશિમાં પ્રવેશ (Mangal mesh rashi parivartan) કરવા જઇ રહ્યાં છે. આ દિવસે મંગળ સવારે 6 વાગ્યે મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષીઓના મત મુજબ મંગળનું રાશિ પરિવર્તન ત્રણ રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થશે. જેથી મંગળ ગોચર (Mangal Gochar) કઈ રાશિને ધનવાન ધનવાન બનાવશે તે અંગે અહી જાણકારી અપાઈ છે.
મિથુન - મિથુન રાશિના જાતકોના અટવાયેલા કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે. તમને તમારી મહેનતનું ફળ જલદી જ મળશે. દેવાઓમાંથી મુક્તિ મળી શકે છે. આ રાશિના જાતકો લોન અને ઉધાર ઝડપથી જ ચૂકવવામાં સક્ષમ રહેશે. આ સમય આ રાશિના લોકો માટે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે સારો છે. તેમજ નવુ કામ શરુ કરવા માટે પણ સારો છે.
કર્ક - મંગળનું આ રાશિ પરિવર્તન કર્ક રાશિના લોકો માટે પણ શુભ રહેવાનું મનાઈ રહ્યું છે. નોકરીમાં સારુ પ્રદર્શન પણ કરી શકશે. આ રાશિના લોકો ખૂબ મહેનતી હોય છે, જેથી તેમને મહેનતનુ ફળ મળવાનો સમય હવે પાકી ગયો છે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા જાતકોને ખુશખબરી પણ મળી શકે છે. પૈસાનું સેવિગ કરવામાં પણ તમે સક્ષમ રહેશો. પ્રમોશન અને ઇન્ક્રીમેંટના પણ યોગ દેખાઇ રહ્યાં છે. કુલ મળીને તમારો સારો સમય નજીક આવતો જણાય છે.
<br />કુંભ- આ રાશિના જાતકોને કરિયરને લઇને અટકી રહેલી સફળતા મળી શકે છે. નોકરી વેપારમાં સારા પરિણામ પણ મેળવી શકશો. આટલું જ નહિ તમારો પગાર વધવાની પણ સંભાવના દેખાઇ રહી છે. મિત્ર, સગા સંબંધીઓ તેમજ ઘરના લોકોનો તરફથી તમને ભરપુર પ્રેમ અને સહયોગ મળી રહેશે. જો તમે નવી દુકાન કે નવુ વાહન ખરીદવાની તૈયારીમાં છો તો આ સમય ખૂબ શ્રેષ્ઠ એટલેકે ગોલ્ડન પીરિયડ સાબિત થઈ શકે છે.