ધર્મ ભક્તિ ડેસ્ક: જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઇ પણ ગ્રહના એક રાશિમાંથી અન્ય રાશિમાં થતા ગોચરની અસર તમામ રાશિના જાતકો (Zodiac Signs) પર સ્વાભાવિક રીતે પડે છે. અવારનવાર ગ્રહો પોતાની દિશા બદલતા રહે છે. ત્યારે ગ્રહોના સેનાપતિ કહેવાતો મંગળ ગ્રહ ગુરૂવારે, 7 એપ્રિલ, 2022ના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે. મંગળ ગ્રહ આ રાશિમાં 17 મે સુધી રહેશે. જ્યોતિષિઓના જણાવ્યા અનુસાર, મંગળ ગ્રહ (Mangal Gochar in April)ના કુંભ રાશિમાં ગોચરથી ઘણી રાશિ પર તેની હકારાત્મક અસરો (Effects on Zodiac Signs) પડશે અને શુભ ફળ પણ મળશે. જે લોકો પર મંગળની કૃપા થશે તેમને આર્થિક ક્ષેત્રે ઘણો લાભ થશે. તો ચાલો જાણીએ મંગળના ગોચરથી કઇ પાંચ રાશિઓના જાતકો માટે નવા પરીવર્તનો જીવનમાં આવશે અને શું અસરો થશે.