Mangal Grah Transit 2022: જ્યોતિષશાસ્ત્ર સીધું માનવજીવન સાથે સંકળાયેલ છે. સમયાંતરે ગ્રહો દ્વારા થતું રાશિ પરિવર્તન બધી જ રાશિ (Zodiac Sign)ઓ પર સારી અને ખરાબ અસર પાડે છે. ગ્રહોના રાશિ પરિવર્તન (Grah Transit)થી ક્યારેક કોઈના ભાગ્ય ઉઘડી જાય છે તો ક્યારેક કોઈની માઠી દશા શરૂ થાય છે. ત્યારે આગામી 10 ઓગસ્ટ સુધી મંગળ ગ્રહ મેષ રાશિ (Mangal Grah Transit)માં રહેવાનો છે. જેના કારણે 3 રાશિ પર તેનો ગાઢ પ્રભાવ જોવા મળી શકે છે.
<br />મિથુન રાશિના જાતકોને ધનલાભનો યોગ- મિથુન રાશિની કુંડળીથી 11માં સ્થાનમાં મંગળનું ગોચર થઈ રહ્યું છે, જેને આવક અને લાભનો યોગ માનવામાં આવે છે. આ સમય દરમિયાન મિથુન રાશિના જાતકોની આવકમાં સારો વધારો થવાની શક્યતા છે. આ સાથે જ બિઝનેસમાં પણ સારા પૈસા મળશે. મંગળનો ગોચર તમારી આર્થિક પાસાને મજબૂત બનાવશે. મંગળ ગોચર દરમિયાન કામ કરવાની શૈલીમાં પણ સુધારો થશે. આ સમયગાળામાં બોસનો સહયોગ પ્રાપ્ત થશે. બીજી તરફ મંગળ ગ્રહ મિથુન રાશિના સાતમા સ્થાનનો સ્વામી છે, તેથી જીવનસાથીનો ટેકો મળી શકે છે. મિથુન રાશિના જાતકોને પન્ના રત્ન પહેરવાની સલાહ આપવામાં આવે છે
કર્ક રાશિના જાતકો નોકરી ધંધામાં હરણફાળ ભરશે- કર્ક રાશિની કુંડળીના દસમા સ્થાનમાં મંગળનું ગોચર થયું છે. તે કામ અને નોકરીનો યોગ માનવામાં આવે છે. આ સમયગાળામાં કર્ક રાશિના જાતકોને નવી નોકરીની ઓફર મળી શકે છે. નોકરીમાં બઢતીની શક્યતા છે. બિઝનેસને વધારવો હોય તો આ સમય અનુકૂળ છે. મંગળ ગોચરમાં સંપત્તિ અને વાહનની લે-વેચમાં પણ સારું વળતર મળશે. બિઝનેસમાં મોટો સોદો ફાઈનલ થઈ શકે છે. આ સમય દરમિયાન મોતી રત્ન ધારણ કરવું ફાયદાકારક સાબિત થશે.
<br />સિંહ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે- સિંહ રાશિ કુંડળીમાં મંગળ નવમા સ્થાનમાં ગોચર કરશે. જેને ભાગ્ય અને વિદેશ પ્રવાસનો યોગ માનવામાં આવે છે. આ સમયગાળામાં સિંહ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. આ સાથે જ ઘણા દિવસોથી અટવાયેલા કામ પણ પુરા થતા જોવા મળશે. આ સમય દરમિયાન વેપાર-ધંધાને લઈને યાત્રાના યોગ બની રહ્યા છે, જેનો લાભ ભવિષ્યમાં મળી શકે છે. મંગળ ગોચરના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા સિંહ રાશિના જાતકોને ભાગ્યનો પૂરો સાથ પણ મળશે. આ રાશિના જાતકો ખાસ લાભ માટે મૂંગા રત્ન ધારણ કરી શકે છે.