જો કુંડળીમાં મંગળ પ્રથમ ભાવમાં, ચોથા ભાવમાં, સાતમા ભાવમાં, આઠમા ભાવમાં કે બારમા ભાવમાં હોય તો તેને માંગલિક દોષ કુંડળી (Manglik Dosh Kundali) કહેવાય છે. આવી સ્થિતિમાં માંગલિકના લગ્ન માંગલિક સાથે જ થાય છે. જો તમારી કુંડળીમાં આંશિક અથવા સંપૂર્ણ મંગળ દોષ છે, તો તમારે લગ્ન પહેલાં આ 10 ઉપાય (Manglik Dosh Upay) અવશ્ય કરવા જોઈએ, જેથી તમારા લગ્ન જલ્દી થાય અને તમે સુખી દાંમ્પત્ય જીવન (Happy Married Life) જીવી શકો. જ્યોતિષાચાર્ય પ્રતિકા મજુમદાર અનુસાર, આ ખાસ ઉપાયો કરવાથી મંગલ દોષને કુંડળીમાંથી આંશિક અથવા સંપૂર્ણ રીતે દૂર કરી શકાય છે. ચાલો જાણીએ તેમના દ્વારા આપવામાં આવેલા આ ખાસ ઉપાયો વિશે.