ધર્મ ભક્તિ ડેસ્ક: વૈદિક જ્યોતિષ (Vaidic Jyotish)માં નવ ગ્રહોને માનવ જીવનમાં અત્યંત મહત્વના માનવામાં આવે છે. આ નવ ગ્રહોને જ્યોતિષ ગ્રહો (Jyotish Graho) પણ કહેવાય છે. આ બધા ગ્રહોના પોતપોતાના ગુણો હોવા ઉપરાંત આ જ ગ્રહો જીવનમાં વિવિધ વસ્તુઓના કારક પણ હોય છે. આવી સ્થિતિમાં આમાંથી કેટલાક ખાસ ગ્રહોને ખૂબ જ મહત્વપૂર્ણ પણ માનવામાં આવતા હોય છે. આ ગ્રહોમાંથી એક ગ્રહ એટલે શુક્ર (Shukra grah). જેને ધન, વૈવાહિક સુખ, આનંદ વગેરેનો કારક માનવામાં આવે છે, આ જ એક ગ્રહ છે જેને જ્યોતિષમાં ભાગ્યનો કારક પણ માનવામાં આવે છે.
આવી સ્થિતિમાં જ્યાં શુક્ર મજબૂત હોવાથી વ્યક્તિને દરેક પ્રકારનું સુખ જીવનમાં મળતું હોય છે, ત્યાં કુંડળીમાં તેનું નબળું પડવું પણ વ્યક્તિ માટે મોટી પરેશાનીનું કારણ બની જાય છે. એવી સ્થિતિમાં કે જ્યારે શુક્ર નબળો હોય છે, ત્યારે લોકો વિવિધ ઉપાયો કરીને તેને ખુશ કરવાનો પ્રયાસ કરે છે, જેથી શુક્ર તેમને યોગ્ય પરિણામ આપે. પરંતુ આમાંની ઘણી સ્થિતિઓમાં વ્યક્તિએ પૈસા ખર્ચવા પડે છે.
પંડિતજીના જણાવ્યા અનુસાર કુંડળીમાં શુક્ર ગ્રહની શક્તિ માટે શુક્લ પક્ષના કોઈપણ શુક્રવારના દિવસે ગૂલેરનો છોડ વાવવો જોઈએ. આ પછી તેને નિયમિત પાણી આપવાની સાથે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. એવું માનવામાં આવે છે કે જેમ જેમ આ છોડ મોટો થતો જાય છે, તેમ તેમ વ્યક્તિની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે અને તે ધનથી સંપન્ન થાય છે.