મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનું નામ પડતા જ આંખો સામે પતંગ-ફીરકા અને ધાબામાં મોજ મસ્તી કરતા લોકોનુ દ્રશ્ય આંખ સામે ઉભરી આવે છે. જો કે મકરસંક્રાંતિનુ મહત્વ ખાલી પતંગ ચગાવવા સુધી જ સિમીત નથી. તેનું ધાર્મિક મહત્વ પણ ઘણું જ વધારે છે. આ વખતે દેશના મોટા ભાગમાં મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવી રહી છે. આ તહેવાર સાથે અનેક ધાર્મિક માન્યતાઓ અને સાંસ્કૃતિક પરંપરાઓ જોડાયેલી છે.
મકરસંક્રાંતિ પર ગંગામાં સ્નાન કરવું અથવા કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસના સ્નાનને મહાસ્નાન કહેવામાં આવ્યું છે. સૂર્ય તમામ રાશિઓને અસર કરે છે, પરંતુ જ્યારે સૂર્ય કર્ક અને મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તે ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ ફળદાયી હોવાનું કહેવાય છે. વિદ્વાનો કહે છે કે જો તમે પણ કોઈપણ પવિત્ર જળમાં સ્નાન કરવા ઈચ્છુક છો, તો આ દિવસે કરો કારણ કે તે ખૂબ જ ફળદાયી હોઈ શકે છે.
જ્યોતિષશાસ્ત્રના વિદ્વાનોએ જણાવ્યું હતું કે સ્નાન માટેનો પવિત્ર સમયગાળો 15 જાન્યુઆરીએ સૂર્યોદયથી સવારે 11:11 વાગ્યા સુધીનો રહેશે. હવે ઉત્સુકતા એ જાણવાની છે કે મકરસંક્રાંતિ શા માટે ઉજવવામાં આવે છે? અનેક માન્યતાઓમાંની એક માન્યતા એ પણ છે કે આ દિવસે સૂર્યદેવ પોતે જ પોતાના પુત્ર શનિના ઘરે જાય છે અને શનિદેવ મકર રાશિના સ્વામી છે, બસ એટલા માટે જ આ દિવસને મકર સંક્રાંતિના નામથી ઓળખવામાં આવે છે. એક કથા એવી પણ છે કે મકરસંક્રાંતિના દિવસે ગંગાજી ભગીરથને અનુસરીને કપિલ મુનિના આશ્રમ દ્વારા સમુદ્રમાં મળી ગયા હતા.
મકરસંક્રાંતિ પર કેમ ચગાવવામાં આવે છે પતંગ?: આ સવાલનો જવાબ તમિલના તન્દનાન રામાયણમાં મળે છે. આ ગ્રંથ અનુસાર મકરસંક્રાંતિના અવસરે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામે પતંગ ચગાવી અને પતંગ ચગાવતા ઇન્દ્રલોક ગયા હતા. ત્યારથી જ આ પર્વ નિમિત્તે પતંગ ચગાવવાની પરંપરા છે. ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત રામચરિતમાનસના બાલકાંડમાં પણ આ પ્રસંગનું વર્ણન જોવા મળે છે. સંસ્કૃતનો એક શ્લોક પણ આ સંદર્ભમાં છે.
શું કહે છે જ્યોતિષ વિદ્વાનો?: જ્યોતિષાચાર્ય અને ભાગવતાચાર્ય પંડિત દીનાનાથ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે આ વર્ષે 15 જાન્યુઆરીએ સંક્રાંતિ મનાવવામાં આવશે. વેપારીઓ માટે આ સંક્રાંતિ લાભદાયી રહેશે. તો બીજી તરફ મકરસંક્રાંતિના અવસર પર દાનને ખૂબ જ શુભ ગણાવવામાં આવ્યું છે. એક શ્લોકમાં દાનનો મહિમા વર્ણવવામાં આવ્યો છે: