હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિના (Makar Sankranti 2023) તહેવારનું વિશેષ મહત્વ છે. મકર સંક્રાંતિનો તહેવાર દેશના તમામ રાજ્યોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. દરેક જગ્યાએ આ તહેવારને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. ઉત્તર ભારતમાં આ તહેવારને મકર સંક્રાંતિ (Makar Sankranti 2023)ના નામે ઓળખવામાં આવે છે. તેવામાં ગુજરાતમાં આ તહેવારને ઉત્તરાયણના નામે ઓળખવામાં આવે છે. આ દિવસે લોકો પતંગ ચગાવીને આ તહેવાર ઉજવે છે.
સૂર્યનું રાશિ પરિવર્તન : મકરસંક્રાંતિ (Makar Sankranti 2023) ના દિવસે સૂર્યની રાશિ પરિવર્તન થાય છે. આ દિવસે સૂર્ય એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. જે રાશિમાં સૂર્ય પ્રવેશ કરે છે તે રાશિ તેના નામથી ઓળખાય છે. જાન્યુઆરીમાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેથી તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે.