હાલ ભક્તોની 39 દિવસની તપસ્યા પૂર્ણ થઈ ગઈ છે અને આ તપસ્યા 14 જાન્યુઆરી, 2023 (Makar Sankranti 2023)ના દિવસે પૂર્ણ થશે. સાથે જ અન્ય શ્રદ્ધાળુઓ રાબેતા મુજબ પાછળના રસ્તેથી મંદિરના દર્શન કરશે. અયપ્પા મંદિરની આ પવિત્ર સીડીઓનું વિશેષ મહત્વ છે, જે વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે. આવો જાણીએ શું છે આ સીડીઓનું મહત્વ અને મંદિર સાથે જોડાયેલી કેટલીક ખાસ (Interesting Facts About Ayyappa Temple) વાતો.
મંદિરની નીચે છે નવ ગ્રહ મંદિર: આ મંદિરની નીચે ભગવાન અયપ્પા ઉપરાંત નવ ગ્રહમંદિરોની પણ સ્થાપના કરવામાં આવી છે. અહીં દર વર્ષે 19 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી તિરુ ઉત્સવમ ઉજવવામાં આવે છે. સવારે 4.30 વાગ્યાથી મંદિરમાં અભિષેક અને ગણપતિ પૂજા બાદ ભક્તો પવિત્ર સીડીઓ પર ચઢે છે. ત્યારબાદ સાંજે 6.30 વાગ્યે દીપ પૂજા, આરતી બાદ ભોગ લગાવવામાં આવે છે.