14 જાન્યુઆરીને મકરસંક્રાંતિ (Makara Sankranti) તરીકે ઉજવવામાં આવશે. જેનો અર્થ છે કે સૂર્ય ભગવાન (Lord Surya) ધન રાશિ (Sagittarius)માંથી મકર રાશિ (Capricorn )માં પ્રવેશ કરશે અને 12 ફેબ્રુઆરીના રોજ સવારે 3:27 સુધી મકર રાશિમાં રહેશે. જે બાદ તે કુંભ રાશિ (Aquarius)માં પ્રવેશ કરશે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશતાની સાથે જ ખરમાસ અથવા ધનુર્માસ પણ સમાપ્ત થઈ જશે. આ ઉપરાંત સૂર્યના મકર રાશિમાં પ્રવેશ સાથે તમામ રાશિ પર પણ તેની અસર (affect your zodiac sign) પડશે.
વૃષભ- સૂર્ય તમારા નવમાં ઘરમાં ગોચર કરશે. જન્મપત્રકમાં નવમું સ્થાન ભાગ્યનું સ્થાન છે. આ સ્થાન પર સૂર્યનો ગોચર તમારા ભાગ્યને ઉજ્વળ બનાવશે. આ સિવાય તમે કરેલા અથાગ પરીશ્રમનું ફળ પણ તમને જરૂર મળશે. આગામી સંક્રાંતિ સુધી સૂર્યના શુભ ફળને જાળવવા માટે ઘરમાં પિત્તળના વાસણોનો ઉપયોગ કરો. તેમજ દરરોજ સૂર્યદેવને નમસ્કાર કરો.
કર્ક- સૂર્યદેવ તમારા સાતમા ભાવમાં ગોચર કરશે. બર્થ ચાર્ટમાં આ સ્થાન જીવન સાથીનું છે. આ સ્થાન પર સૂર્યના પરભ્રમણથી તમારા જીવનસાથી સાથે તમારો તાલમેલ સારો રહેશે અને તમારું લગ્નજીવન સુખી રહેશે. આગામી સંક્રાતિ સુધી સૂર્ય ભગવાનના આ શુભ પરિણામોને જાળવી રાખવા માટે જાતે ભોજન લેતા પહેલા તમારે અન્ય વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ.
સિંહ- સૂર્ય ભગવાન તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. આ સ્થાન બર્થ ચાર્ટમાં મિત્રનું છે. આ સ્થાન પર સૂર્યના ગોચરને કારણે તમારે મિત્રો સાથે સારા સંબંધો સ્થાપિત કરવા વધુ મહેનત કરવી પડી શકે છે. મિત્રો સાથે વિવાદ પણ થઇ શકે છે. શત્રુઓથી દૂર રહો. સૂર્યના અશુભ પ્રભાવથી બચવા અને સારા પરીણામ મેળવવા આગામી 30 દિવસ દરમિયાન મંદિરમાં બાજરીનું દાન કરો.
કન્યા- સૂર્ય ભગવાન તમારા પાંચમા ભાવમાં ગોચર કરશે. જન્મપત્રકમાં આ સ્થાન વિદ્યા, ગુરુ, વિવેક, સંતાન અને જીવનમાં રોમાન્સ સાથે સંબંધિત છે. અભ્યાસમાં યોગ્ય પરિણામ મેળવવા માટે તમારે કોઈની મદદ લેવી પડી શકે છે. ઉપરાંત, આ સમય દરમિયાન તમે રોમાંસની બાબતમાં પાછળ રહી શકો છો. આ દરમિયાન સૂર્યના અશુભ પ્રભાવથી છુટકારો મેળવવા માટે પક્ષીઓને ખવડાવો.
તુલા- સૂર્ય ભગવાન તમારા ચોથા ભાવમાં ગોચર કરશે. જન્મપત્રકમાં આ સ્થાન માતાના સુખ, જમીન-મકાન અને વાહન સાથે સંબંધિત છે. સૂર્યના આ ગોચરથી તમને 12મી ફેબ્રુઆરી સુધી તમારા કામમાં તમારી માતાનો સંપૂર્ણ સહયોગ મળશે અને આ સમય દરમિયાન તમને જમીન અને વાહનના કામોમાં સુસંગતતા રહેશે. સારા ફળ માટે ગરીબોને ભોજન કરાવો.
મકર- સૂર્ય ભગવાન તમારા પ્રથમ સ્થાનમાં ગોચર કરશે. જન્મના ચાર્ટમાં આ સ્થાન વ્યક્તિનું પોતાનું સ્થાન છે. આ સાથે વ્યક્તિના પ્રેમ-સંબંધ, માન-સન્માન, ધન-સંતાન વગેરે કોર્ટ-સંબંધિત કાર્યોને ધ્યાનમાં લેવામાં આવે છે. તમને પ્રેમ-સંબંધનો પૂરો લાભ મળશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. તમારી પાસે સતત પૈસાની આવક રહેશે. સાથે જ તમારા બાળકોને કોર્ટ સંબંધિત કામનો ઉકેલ મળશે. 12 ફેબ્રુઆરી સુધી સૂર્યનો લાભ મેળવવા માટે દરરોજ સવારે સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ અર્પિત કરો.