Home » photogallery » dharm-bhakti » Mahashivratri 2023: મહાશિવરાત્રિ પર બનશે ખૂબ જ દુર્લભ સંયોગ, 8 રાશિના લોકો માટે સાબિત થશે ખૂબ જ શુભ

Mahashivratri 2023: મહાશિવરાત્રિ પર બનશે ખૂબ જ દુર્લભ સંયોગ, 8 રાશિના લોકો માટે સાબિત થશે ખૂબ જ શુભ

Mahashivratri 2023: ફાગણ કૃષ્ણ પક્ષની ચતુર્દશી પર આવતી મહાશિવરાત્રિ ઉજવવામાં આવે છે. આ દિવસે પરમપિતા મહાદેવ અને જગત જનની માઁ પાર્વતીના વિવાહની શુભ રાત્રિ છે. આ વર્ષે મહાશિવરાત્રિ પર ખુબ જ ખાસ સંયોગ બની રહ્યો છે, જે કેટલીક રાશિઓ માટે ખુબ જ શુભ સાબિત થશે.

विज्ञापन

 • 19

  Mahashivratri 2023: મહાશિવરાત્રિ પર બનશે ખૂબ જ દુર્લભ સંયોગ, 8 રાશિના લોકો માટે સાબિત થશે ખૂબ જ શુભ

  શિવરાત્રિ ભલે દર મહિને આવે છે, પરંતુ ફાગણ કૃષ્ણ પક્ષની ચતુર્દશી પર આવતી મહાશિવરાત્રિ (Mahashivratri) ખાસ છે. આ દિવસે પરમપિતા મહાદેવ અને જગત જનની માઁ પાર્વતીના વિવાહની શુભ રાત્રિ છે. શિવજીએ બ્રહ્માજીની વિનંતી બાદ લગ્ન કરવાનું સ્વીકાર્યું હતું, ત્યારે જ પૃથ્વી પર સર્જનની પ્રક્રિયા એટલે કે સ્ત્રીઓની ગર્ભધારણની પ્રક્રિયા શરૂ થઈ હતી.

  MORE
  GALLERIES

 • 29

  Mahashivratri 2023: મહાશિવરાત્રિ પર બનશે ખૂબ જ દુર્લભ સંયોગ, 8 રાશિના લોકો માટે સાબિત થશે ખૂબ જ શુભ

  રિદ્ધિ-સિદ્ધિ આપનારા ગણેશ અને કાર્તિકેય જેવા શિવ-પાર્વતીના પુત્રો પરિવારમાં આદર, સન્માન, એકતા અને સંગઠનનો સંદેશ આપે છે. મહાશિવરાત્રિ પર શિવ-પાર્વતીના લગ્ન થયા હતા, સાથે જ આ રાત્રે દેવાધિદેવ મહાદેવ પણ પ્રથમ વખત લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. ત્યારથી આજ સુધી શિવલિંગની નિરંતર પૂજા કરવામાં આવે છે. કારણ કે શિવ શબ્દ ઉચ્ચારવામાં ખૂબ જ સરળ, મધુર અને શાંતિપૂર્ણ છે. શિવ શબ્દનો અર્થ થાય છે કલ્યાણમય આનંદ. જ્યાં સુખ અને કલ્યાણ છે ત્યાં શાંતિ પણ છે.

  MORE
  GALLERIES

 • 39

  Mahashivratri 2023: મહાશિવરાત્રિ પર બનશે ખૂબ જ દુર્લભ સંયોગ, 8 રાશિના લોકો માટે સાબિત થશે ખૂબ જ શુભ

  મહાશિવરાત્રિ પર ભગવાન શિવની આરાધના, ભક્તિ અને વિધિ-વિધાનથી પૂજા કરવાથી ભક્તોની સમસ્યાઓ દૂર થાય છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

  MORE
  GALLERIES

 • 49

  Mahashivratri 2023: મહાશિવરાત્રિ પર બનશે ખૂબ જ દુર્લભ સંયોગ, 8 રાશિના લોકો માટે સાબિત થશે ખૂબ જ શુભ

  મહાશિવરાત્રિ ક્યારે છે?: આ વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 18 ફેબ્રુઆરી 2023 શનિવારના રોજ રાત્રે 8 વાગીને 02 મિનિટથી બીજા દિવસે સાંજે 04 વાગીને 18 મિનિટ સુધી રહેશે. મહાશિવરાત્રિ માટે, એ જરૂરી છે કે નિશિતા કાલ પૂજાનો શુભ સમય ચતુર્દશી તિથિ પર હોવો જોઈએ, તેથી મહાશિવરાત્રિ 18 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે.

  MORE
  GALLERIES

 • 59

  Mahashivratri 2023: મહાશિવરાત્રિ પર બનશે ખૂબ જ દુર્લભ સંયોગ, 8 રાશિના લોકો માટે સાબિત થશે ખૂબ જ શુભ

  મહાશિવરાત્રિ પર બની રહ્યાં છે આ દર્લભ સંયોગ: આ વખતે મહાશિવરાત્રિ પર વર્ષો પછી દુર્લભ સંયોગો બની રહ્યા છે. આ વર્ષે શનિ પ્રદોષ વ્રત પણ મહાશિવરાત્રીના દિવસે મનાવવામાં આવે છે. પુત્ર પ્રાપ્તિ માટે શનિ પ્રદોષ વ્રત રાખવામાં આવે છે. આ સાથે સાંજે 5 વાગીને 41 મિનિટ પછી વાશી યોગ, સુનફા યોગ, શંખ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગનો સંયોગ છે. આ શુભ યોગોમાં કરવામાં આવતી પૂજા-પાઠ અને કાર્યો અનેક ગણું વધારે ફળ આપે છે.

  MORE
  GALLERIES

 • 69

  Mahashivratri 2023: મહાશિવરાત્રિ પર બનશે ખૂબ જ દુર્લભ સંયોગ, 8 રાશિના લોકો માટે સાબિત થશે ખૂબ જ શુભ

  પંડિત સુરેશ શ્રીમાળી મહાશિવરાત્રિ પર ગ્રહોની સંયોગ વિશે જણાવે છે કે, આ વખતે મહાશિવરાત્રિ પર શનિદેવ તેમની મૂળ રાશિ કુંભ રાશિમાં બિરાજમાન હશે. આ સાથે સૂર્યદેવ તેમના પુત્ર અને શત્રુ શનિની રાશિ કુંભ રાશિમાં ચંદ્ર સાથે વિરાજમાન રહેશે. ગ્રહોની આ સ્થિતિ ત્રિગ્રહી યોગ બનાવી રહી છે. ગ્રહોની આ દુર્લભ સ્થિતિ વિશેષ લાભદાયી રહેશે. આ સમયગાળા દરમિયાન, શનિદેવ તેમની પ્રિય રાશિ કુંભ રાશિમાં અસ્ત થવાને કારણે, કારકિર્દી અને નાણાકીય બાબતોના દૃષ્ટિકોણથી આ સ્થિતિ ખૂબ સારી રહેશે. આવી સ્થિતિમાં મહાશિવરાત્રિનું વ્રત રાખવાથી અને ભગવાન શિવની પૂજા કરવાથી શનિના તમામ દોષો દૂર થશે અને દરેક મનોકામના પૂર્ણ થશે.

  MORE
  GALLERIES

 • 79

  Mahashivratri 2023: મહાશિવરાત્રિ પર બનશે ખૂબ જ દુર્લભ સંયોગ, 8 રાશિના લોકો માટે સાબિત થશે ખૂબ જ શુભ

  મહાશિવરાત્રિ 2023 ના શુભ મુહૂર્ત: તમે મહાશિવરાત્રિના દિવસે આખો દિવસ ભગવાન શિવની પૂજા કરી શકો છો. પરંતુ જેમને મહાશિવરાત્રિ પર નિશિતા કાલ દરમિયાન પૂજા કરવાની હોય તેમના માટે સમય રાત્રે 12 વાગીને 09 મિનિટથી મોડી રાત્રે 01 વાગ્યા સુધીનો રહેશે.

  MORE
  GALLERIES

 • 89

  Mahashivratri 2023: મહાશિવરાત્રિ પર બનશે ખૂબ જ દુર્લભ સંયોગ, 8 રાશિના લોકો માટે સાબિત થશે ખૂબ જ શુભ

  આ રાશિના લોકો માટે ખૂબ જ ફળદાયક છે મહાશિવરાત્રિ: આ વર્ષે મહાશિવરાત્રિના દિવસે ગુરુ તેની પ્રિય મીન રાશિમાં અને શુક્ર તેની ઉચ્ચ રાશિ મીનમાં હોવાને કારણે, મિથુન, કન્યા, ધન અને મીન રાશિના લોકો માટે હંસ યોગ અને માલવ્ય યોગ હશે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. બીજી તરફ વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકો માટે શશ યોગ રહેશે. નોકરી અને વ્યવસાયની દૃષ્ટિએ આ સ્થિતિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. બાકી, મેષ, કર્ક, તુલા અને મકર રાશિ સામાન્ય ફળદાયી રહેશે.

  MORE
  GALLERIES

 • 99

  Mahashivratri 2023: મહાશિવરાત્રિ પર બનશે ખૂબ જ દુર્લભ સંયોગ, 8 રાશિના લોકો માટે સાબિત થશે ખૂબ જ શુભ

  મહાશિવરાત્રિની પૂજા વિધી: મહાશિવરાત્રી પર ભગવાન શિવની ઉપાસના કરવા માટે બહુ લાંબી વિસ્તૃત પૂજા-પાઠ, હવન-વિધિની જરૂર નથી. ભોલે ભંડારી શિવ શિવલિંગ પર શુદ્ધ જળ અને બિલીપત્રના પાન ચઢાવવાથી જ અને ઓમ નમઃ શિવાયનો જાપ કરવાથી પ્રસન્ન થાય છે. જો ભક્તમાં શ્રદ્ધા, ભક્તિ અને નિષ્ઠા હોય તો મનોકામનાઓ જલ્દી પૂરી થાય છે અને મહાશિવરાત્રિ એ સિદ્ધિદાયક સમય છે. કારણ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ફાગણ કૃષ્ણ ચતુર્દશી પર ચંદ્ર સૂર્ય નજીક હોય છે. આ કારણથી આ સમયે શિવના રૂપમાં સૂર્ય સાથે જીવનમાં ચંદ્રનો મિલન યોગ છે, જે સફળતા અપાવે છે.

  MORE
  GALLERIES