<strong>Mahashivratri 2022:</strong> ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રિનો પર્વ મનાવવામાં આવે છે. હિંદુ (Hindu) ધર્મમાં મહાશિવરાત્રિનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. આ વર્ષે મહાશિવરાત્રિ 1 માર્ચ, મંગળવારના રોજ મનાવવામાં આવશે. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની સાથે સાથે માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. મહાશિવરાત્રિ ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહની રાત્રિ છે. મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે ભાંગ-ધતુરા, દૂધ, ચંદન, ભસ્મ જેવી કેટલીય વસ્તુઓ ચઢાવવામાં આવે છે. પરંતુ ઘણીવાર અજાણતા આપણે કેટલીક એવી વસ્તુઓ અર્પિત કરીએ છીએ જેના કારણે ભગવાન શંકર ક્રોધિત થઈ શકે છે. શિવપુરાણમાં ઉલ્લેખ છે કે ભગવાન શિવની આરાધના કરતી વખતે કઈ વસ્તુઓ શિવલિંગ પર અર્પિત ન કરવી જોઈએ. (Image- shutterstock)
<strong>તુલસી-</strong> ભગવાન શિવને તુલસી પણ ચઢાવવામાં આવતી નથી. શિવપુરાણ અનુસાર જાલંધર નામના રાક્ષસને તેની પત્ની વૃંદાની પવિત્રતા અને વિષ્ણુજી દ્વારા આપવામાં આવેલા કવચને કારણે અમરત્વનું વરદાન મળ્યું હતું. અમર થવાના આ વરદાનને લીધે તે લોકો પર અત્યાચાર કરવા લાગ્યો, તો શિવજીએ તેનો વધ કરી નાખ્યો. તેનાથી નારાજ વૃંદાએ ભગવાન શિવને શ્રાપ આપ્યો કે તેમની પૂજામાં તુલસીનો ઉપયોગ વર્જિત રહેશે. (Image- iStock)
<strong>કેતકીનું ફૂલ-</strong> ભગવાન શિવની પૂજામાં ભૂલથી પણ કેતકીનું ફૂલ ન ચઢાવવું જોઈએ. મહાદેવે તેમની પૂજામાંથી આ ફૂલનો ત્યાગ કર્યો છે. પૌરાણિક કથા અનુસાર, એકવાર ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે શ્રેષ્ઠ કોણ છે તે અંગે વિવાદ થયો. તેઓ આ વાતનો નિર્ણય કરવા માટે ભગવાન શિવ પાસે પહોંચ્યા. આના પર ભગવાન શિવે એક શિવલિંગ પ્રગટ કરીને તેમને તેની શરૂઆત અને અંત શોધવા માટે કહ્યું. તેમણે કહ્યું કે જે આનો જવાબ આપી શકશે તે જ સર્વશ્રેષ્ઠ છે. ભગવાન વિષ્ણુ ઉપર તરફ ગયા અને ઘણાં દૂર ગયા બાદ પણ જવાબ ન શોધી શક્યા.
બીજી તરફ બ્રહ્માજી નીચે તરફ ચાલ્યા, પણ તેઓ અંત શોધી શક્યા નહીં. નીચે જતી વખતે તેમની નજર કેતકીના ફૂલ પર પડી જે તેમની સાથે ચાલી રહ્યું હતું. તેમણે કેતકીના પુષ્પને ભગવાન શિવથી ખોટું બોલવા સમજાવ્યું. જ્યારે બ્રહ્માજીએ ભગવાન શિવને કહ્યું કે તેમણે જવાબ શોધી કાઢ્યો છે અને કેતકીના ફૂલ પાસે ખોટી જુબાની પણ અપાવી, ત્યારે ત્રિકાલદર્શી શિવને બ્રહ્માજી અને કેતકીના ફૂલનું જૂઠ જાણવા મળ્યું. તે જ સમયે તેમણે જૂઠું બોલનાર બ્રહ્માજીનું એ માથું કાપી નાખ્યું જેણે ખોટું બોલ્યું હતું અને કેતકીના ફૂલને પોતાની પૂજામાં ઉપયોગ કરવાના અધિકારથી પણ વંચિત કરી નાખ્યું. (Image- vectorstock)