MADHYAPRADESH: બાલ ખંડન ખેર માતાનું મંદિર મધ્ય પ્રદેશના દમોહ જિલ્લાથી લગભગ 35 કિમી દૂર તેજગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પર્વત પર બનેલું છે. આ પ્રાચીન મંદિર આસપાસના વિસ્તારના લોકોની શ્રદ્ધા, આસ્થા અને ભક્તિનું કેન્દ્ર છે. નવરાત્રિ પર્વમાં અહીં રોજ હજારો ભક્તો માતાના દર્શન કરવા માટે અને પૂજા કરવા અને આશીર્વાદ મેળવવા આવે છે.
અહીં મંદિરમાં ભક્તો પરંપરા અનુસાર ફક્ત રૂમાલમાં લપેટીને નગ્ન અવસ્થામાં જાય છે. આ સાથે માતાને અર્પણ કરવા માટે તેમના દ્વારા હાથમાં નાળિયેર પણ રાખવામાં આવે છે. અહીં સુધી પહોંચવાનો રસ્તો ઘણો મુશ્કેલ છે. લગભગ 2 કિલોમીટરના કાંકરા-પથ્થરના રસ્તા પરથી લોકો દંડ કરીને ખુલ્લા શરીરે અહીં પહોંચે છે. જો કે, ભક્તિમય વાતાવરણમાં લોકો તમામ મુશ્કેલીઓને સરળતાથી પાર કરી લે છે. અને શ્રદ્ધાના કારણે માતાના દરબારમાં પહોંચી જાય છે.
આ મંદિરમાં સદીઓથી આ પરંપરા ચાલી આવે છે. શ્રદ્ધા અને ભક્તિનું આ દ્રશ્ય અનોખી ભારતીય સનાતન ધર્મની અનોખી સંસ્કૃતિનું ઉદાહરણ છે. આ દ્રશ્ય અનોખુ અને જોવા જેવુ હોય છે. આ વર્ષે 200 જેટલા ભક્તો રૂમાલ લપેટીને દંડ ભરીને માતાના ચરણોમાં વંદન કરવા પહોંચ્યા હતા. સમગ્ર વિસ્તાર માતાના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. અને એક અનોખી અનુભૂતિ ભક્તોએ અનુભવી હતી.