ઘણી વખત એવું બને છે કે આપણે ગમે તેટલી મહેનત કરીએ, પરંતુ ધન (Money Problems)માં કોઈ વધારો થતો નથી. આ સાથે જ આપણી પાસેથી બિનજરૂરી પૈસા ખર્ચ વધી જાય છે. તેની પાછળનું કારણ વાસ્તુ દોષ (Vastu Dosh) પણ હોઇ શકે છે. આ દોષમાંથી મુક્તિ માટે વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra)માં અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. આપણામાંથી દરેક વ્યક્તિ ઇચ્છે છે કે નવા નાણાંકીય વર્ષમાં તેની આવક વધે. પરંતુ ખર્ચા વધવાના કારણે લોકો બચત કરી શકતા નથી.
જ્યોતિષ શાસ્ત્રમાં આવકમાં વધારો કરવાને લઈને કેટલીક વાતો (Vastu Tips) જણાવવામાં આવી છે, અમુક વસ્તુઓ તમારા ઘરમાં રાખવાથી આર્થિક તંગીથી બચી શકાય છે અને ખર્ચ અને બચતમાં સંતુલન જાળવી શકાય છે. તો ચાલો આજે અમે તમને કેટલીક શુભ વસ્તુઓ (Lucky Things for Home) વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેને ઘરમાં રાખીને તમારે ક્યારેય આર્થિક સંકટનો સામનો નહીં કરવો પડે.