હિન્દૂ ધર્મમાં (Hinduism) બાળકનો જન્મ થયા બાદ ખૂબ જ સમજી વિચારીને નામકરણ કરવમાં આવે છે. જ્યોતિષની (Astrology) સલાહ પણ લેવાય છે. આજકાલ તો સારા ભાગ્ય માટે ઢળતી ઉંમરે પણ નામ બદલવાનો કે નામમાં ફેરફાર (names) કરવાનો ક્રેઝ છે. અંગ્રેજીમાં સ્પેલિંગમાં અમુક શબ્દો વધારવાનું ચલણ જોવા મળે છે. (પ્રતિકાત્મક તસવીર)
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નામના પહેલા અક્ષરનો આપણા જીવન પર વિશેષ પ્રભાવ પડે છે તેથી હિન્દુ ધર્મમાં બાળકનું નામ ખૂબ જ તકેદારીથી અને સમજી વિચારીને રાખવામાં આવે છે. મોટાભાગના લોકોના નામ તેમની કુંડળીના આધારે રાખવામાં આવે છે. રાશિની સાથે જન્માક્ષર, ગ્રહોની દિશા, જન્મતારીખના આધારે રાખવામાં આવેલા નામ અસરકારક હોવાનું માનવામાં આવે છે. આજે અહીં અમે એવા જ કેટલાક અક્ષરો અંગે જણાવીશું જેના પરથી નામ ધરાવતા લોકોને ખૂબ નસીબદાર માનવામાં આવે છે. (પ્રતિકાત્મક તસવીર)
A - અંગ્રેજી A અક્ષરથી શરુ થતા નામ વાળા લોકો ખુબ જ ભાગ્યશાળી હોય છે. તે પોતાનું જીવન રાજા-રાણીની જેમ જીવે છે. તેમને જીવનમાં તમામ સુખ-સુવિધાઓ મળે છે. તેઓ મોજથી જીવન જીવે છે. આ નામથી શરૂ થતા વ્યક્તિઓ પોતાની કારકિર્દીમાં મોટું નામ કમાય છે. તેમને ક્યારેય કોઈ વસ્તુની કમી નથી હોતી. તેઓ સખત મહેનતના આધારે જીવનમાં કંઈપણ પ્રાપ્ત કરી શકે છે. સફળતા તેમની આંગળીના ટેરવે રહે છે. (પ્રતિકાત્મક તસવીર)
L – અંગ્રેજી મૂળાક્ષર Lથી નામ શરૂ થતું હોય તેવા લોકો ખૂબ જ લકી હોય છે. તેમને દરેક કામમાં ભાગ્યનો જબરદસ્ત સાથ મળે છે. આ લોકોમાં સારી નેતૃત્વ ક્ષમતા પણ હોય છે. આ લોકો પોતાના તેજ મગજના આધારે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે. તેઓ જે કામ કરવાનું નક્કી કરે છે તેમાં સફળતા મેળવ્યા પછી જ નિરાંતનો શ્વાસ લે છે. તેઓ સફળતાને ન પામે કે નક્કી કરેલ સિદ્ધિ ન મેળવી લે ત્યાં સુધી શાંતિથી બેસતા નથી. (પ્રતિકાત્મક તસવીર)
N – જે લોકોના નામની શરુઆતમાં N આવે છે તે લોકો ભાગ્યશાળી માનવામાં આવે છે. તેમનું નસીબ ખૂબ જ સારુ હોય છે. આ નામના લોકોને તેમના જીવનમાં જોખમી કાર્યો કરવામાં કોઇ પ્રકારનો ડર હોતો નથી, જેથી તેઓ માહિર થઇ જાય છે. તેમની પાસે ઘણી જમીન અને મિલકત હોય છે. તેઓ મહેનતુ હોય છે. તેઓ જીવનમાં ખૂબ જ ઝડપથી ઉંચા શિખર પર પહોંચે છે. (પ્રતિકાત્મક તસવીર)